પતિ-પત્ની વચ્ચે વાતચીતના વિષયો, વલણ અને રીત વગેરેની ભિન્ન માન્યતાઓ તેમની વચ્ચેના સંબંધની ઘનિતા જાળવી રાખવામાં સૌથી મોટી મુશ્કેલી સર્જે છે. પુરુષ પોતાની લાગણી ઝડપથી સાહજિકતાથી વ્યક્ત નથી કરી શક્તો. પુરુષ જ્યારે ઉદાસ અને હતાશ હોય છે, ત્યારે મૌન ધારણ કરી અંતર્મુખી બની જાય છે. કોઈપણ પત્ની માટે પતિનું આવું મૌન અસહ્ય બની જાય છે.
આજની આધુનિક યુવતીઓ ફિલ્મી રંગે રંગાયેલી હોય છે. તેમને આમોલ પાલેકર, ફારુક શેખ, જેવા ધીરગંભીર પ્રકૃતિના પુરુષો ગમતા નથી. તેમને તો સલમાન ખાન કે ગોવિંદા જેવા ધમાલિયા યુવકો ગમે છે. એટલે પતિ જો શાંત સ્વભાવનો હોય તો એ વાત પણ કેટલીક નાસમજ યુવતીઓ માટે ચિંતાનો વિષય બને છે. પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે લાગણીશીલ અને બોલકણી હોય છે. એક સ્ત્રી માટે વાતચીતનો અર્થ છે. પોતાની મોટાઈ પ્રદશત કરવી અને પોતાની તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત કરાવવું. પુરુષો માટે વાતચીતનો અર્થ છે. કામ સંબંધી માહિતી લેવી કે આપવી. એ જ રીતે સ્ત્રી નવરી હોય, આરામ કરતી હોય કે કામ કરતી હોય, ક્યારેય મોં બંધ નથી જરાખી શક્તી. પણ પુરુષ નવરો હોય કે કામ કરતો હોય, ત્યારે નકામી વાતચીત કરવાનું જરૂરી સમજતો નથી.
મનોવૈજ્ઞાાનિકોનું માનવું છે કે પુરુષ પોતાનો સ્વાર્થ સાધવા પેટ ભરીને વાતો કરી શકે છે. કોઈ પણ સંબંધ વિકસાવવામાં સ્ત્રી અને પુરુષની વાતચીત કરવાની રીત શરૂથી અંત સુધી જુદી હોય છે. સ્ત્રી શરૂઆતમાં સંકોચ શરમ અને અજાણનતાના ભાવને કારણે ચૂપ રહે છે કે બહુ જ ઓછું બોલે છે. મન મૂકીને વાત નથી કરતી, જ્યારે પુરુષ શરૂઆતમાં વધારે બોલે છે. સ્ત્રીને લલચાવવા જાતજાતની વાતો કરે છે. પરંતુ જેમ જેમ સંબંધ ઘનિ થતો જાય છે, તેમ તેમ પુરુષની વાતો એકાએક ઓછી થતી જાય છે. અને તે ચૂપ રહેવા લાગે છે. જ્યારે સ્ત્રી સમય જતાં પુરુષ સાથે સહજ બનીને ખૂલતી જાય છે અને લાગણીશીલ બનતી જાય છે.
પતિ-પત્ની વચ્ચે વાતચીતના વિષયો, વલણ અને રીત વગેરેની ભિન્ન માન્યતાઓ તેમની વચ્ચેના સંબંધની ઘનિતા જાળવી રાખવામાં સૌથી મોટી મુશ્કેલી સર્જે છે. પુરુષ પોતાની લાગણી ઝડપથી સાહજિકતાથી વ્યક્ત નથી કરી શક્તો. પુરુષ જ્યારે ઉદાસ અને હતાશ હોય છે, ત્યારે મૌન ધારણ કરી અંતર્મુખી બની જાય છે. કોઈપણ પત્ની માટે પતિનું આવું મૌન અસહ્ય બની જાય છે. પતિનાદ મૌનથી પત્ની તાણ અનુભવે છે. ને ચિંતાતુર થઈ જાય છે.તે વિચારે છે કે, ”હું સમજી નથી શક્તી કે તમને શી તકલીફ છે ને કેમ કંઈ બોલતા નથી.”
આવું થવાનું મુખ્ય કારણ એ છે કે બાળપણથી જ છોકરા અને છોકરીને પોતાની લાગણીઓ જુદી જુદી રીતે વ્યક્ત કરવાની કેળવણી આપવામાં આવે છે. છોકરી માટે રડવું એ નબળાઈ નથી, પરંતુ જો છોકરો રડવા લાગે, તો તેને ધમકાવવામાં આવે છે.”છોકરીની જેમ રડવા શું બેસે છે? છોકરાઓ તો કંઈ રડતાં હશે?” છોકરીઓને એવું શીખવવામાં આવે છે કે તે પોતાની લાગણીઓ ગમે ત્યારે અને ગમે ત્યાં વ્યક્ત કરી શકે છે. જ્યારે છોકરાઓને શીખવવામાં આવે છે કે લાગણીઓ જવા-ત્યાં વ્યક્ત કરવી, એ કાયરતાની નિશાની છે. પુરુષે લાગણીશીલ નહીં, વ્યવહારુ બનવુંજોઈએ. આથી જ પુરુષ પોતાની લાગણીઓ મુક્તપણે વ્યક્ત નથી કરી શક્તો. તેઓ મનથી નહીં, પણ મગજથી કામ કરેછે.
દરેક વાતને વ્યાવહારિકદ્રષ્ટિકોણથીજ જુએ છે. તેઓ પોતાના કોચલામાં જ બંધ રહે છે તથા પોતાની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો ઉકેલ આજુબાજુ રોદણાં રડીને લાવવાને બદલ ે જાતે શોધવાનું યોગ્ય સમજે છે. સ્ત્રીઆ ે પોતાની, અંગત નાની નાની બાબતોને પણ વિગતવાર જણાવવા માગતી હોય છે. કોણ કેવું છે, કોણે શું કર્યું, પેલી કેવી લાગે છે? પાતળી કે દુબળી, આ બધી વાતો તે લંબાણપૂર્વક કરવા માગતી હોય છે. અને પતિ પાસેથી પણ એવી આશા રાખે છે કે, એ પણ આવી ચર્ચામાં ભાગ લે. પતિ તે બંધુ વિસ્તારથી પૂછે અને તે પોતે પણ કહે તેવી અપેક્ષા રાખે છે. પણ પુરુષ તો ‘હ, હું, કે ‘હા-નાદમાં જવાબ આપીને ચૂપ થઈ જવાનું પસંદ કરે છે. વિસ્તારપૂર્વકના સંવાદો અનુભવો અને માહિતીમાં કોઈપણ પુરુષને રસ હોતો નથી. પુરુષ બીજાંના ઘરોની વાતોને નકામી અને સમય વેડફનારી માને છે. કોઈપણ એવો વિષય જેની કોઈ ખાસ જરૂરિયાત ન હોય, તેની ચર્ચા કરવાનું પુરુષ જરૂરી સમજતો નથી.
પતિ-પત્ની પરસ્પર વાતચીતના અભાવને કારણે અંદરોઅંદર ઝઘડા કરે છે. ફરિયાદ કરે અને જુદો દ્રષ્ટિકોણ રાખે, એકબીજા અંગે ખોટી માન્યતાઓ રાખે અને પોતાના લગ્નજીવનના સુખનો નાશ કરે, એ સારું ન કહેવાય. જો પત્ની પતિને વાતચીત કરવા પ્રેરણા આપે અને પતિના મૂડ અને સમયનું ધ્યાન રાખે, તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે.જ્યારે પતિ કોઈ કારણસર ચૂપચાપ બેઠો હોય છે, ત્યારે હંમેશા જોવા મળેછેકે પત્ની જ વારેઘડીએ એકની એક વાત પૂછયા કરતી હોય છે. તેના કરતાં વાતચીતની શરૂઆતે પતિ દ્વારા જ થાય અને એ સમયે પત્ની અવસરનો લાભ લઈ વાત પૂછી લે, તે વધારે સારું.કેટલીક સ્ત્રીઓની આદત હોય છે કે તેઓ સતત કંઈને કંઈ બબડયા જ કરતી હોય છે. આ રીત તદ્ન ખોટી છે. આવું કરવાથી પતિ વધુ ઉશ્કેરાય છે. આવા સમયે પતિ શી પ્રતિક્રિયા કરે છે. તેની રાહ જોવી જોઈએ. જો પતિ કોઈ જ પ્રતિક્રિયા ન કરે, તો તેને શાંતિથી પૂછી શકાય કે, ”મારે તમારી સાથે વાત કરવી છે. મારી સમસ્યાનો ઉકેલ તમે જ લાવી શક્શો.
પતિને કોઈપણ મહત્વની વાત પૂછીને માહિતી મેળવવાના બહાને પણ તેમને વાતચીત કરવા પ્રેરી શકાયછે. સામાન્ય કે રોજિંદી વાત પૂછવામાં આવે તો,એ ‘હા’ કે ‘ના’માં જ જવાબ આપશે. ”સારું હતું ” કે ”ઠીક હતું” પરંતુ જો પત્ની એવું પૂછે કે, ”આજે જમવામાં કંઈ નવીનતા લાગી?” તો પતિ જરા લંબાણપૂર્વક જણાવશે કે શી નવીનતા હતી. આ પ્રશ્નનો ઉત્તર ‘હા’ કે ‘ના’ માં નહીં હોય, પ્રશ્ન જેટલો સ્પષ્ટ પૂછવામાં આવશે, એટલો જ લાંબો જવાબ મળવાની સંભાવના વધી જશે. વાતચીત કરતી વખતે કેહવાની અને સાંભળવાનીએમ બેક્રિયાઓ થાય છે. વાતચીતમાં પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવું વધારે મહત્વનું છે. ધ્યાનથી સાંભળવું વાતચીતનો ગુણ છે. તેનાથી માન,આદર અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે. ધ્યાનથી સાંભળવાથી વાતચીત આગળ વધારી શકાય છે. પતિ સાથે વાતચીત દરમિયાન પત્ની જો ટીવી સામે નજર રાખી બેસી રહે અથવા કોઈ મેગેઝિનનાં પાનાં ફેરવ્યા કરે, તો પતિ ચૂપ રહેવાનું જ યોગ્ય સમજે છે. પતિને તેની વાતચીત માટે પ્રેરવા, તેની સામે જોતાં રહેવું, વાતને ધ્યાનથી સાંભળી અને ચહેરા પર યોગ્ય ભાવ લાવવા ખૂબ જરૂરી છે.
લગ્ન પછી થોડાંક વર્ષે પતિ-પત્ની પાસે જાણ વાતચીતના વિષયો ખૂટી જાય છે. ફક્ત કુટુંબની વાતો જ બાકી રહે છે, જે કંટાળો આપે છે, હવે તેમને એવું લાગે છે કે, વાતચીત કરવાના કોઈ વિષય જ નથી રહ્યો. જો તમે તમારા રસ, ધ્યેય, ભવિષ્યનાં સપનાં તથા બીજી આડીઅવળી વાતો કરશો તો તમારી વાતચીત આપોઆપ લંબાઈ જશે અને અનેક વિષયો પણ મળી રહેશે. પતિની વાત પત્નીને મુક્ત મને કરવા પ્રેરશે.પતિ સાથે વિવાદ કરવો. તે વાતચીતની અયોગ્ય રીત છે. વિવાદ કરવો જ હોય, તો તટસ્થભાવે રચનાત્મક વિવાદ કરવો જોઈએ. આક્રમક રીતે વાત કરવી, શંકા દર્શાવી વાત કરવી અને ભૂલ બતાવવી, એ બધાં ઝઘડાંના મૂળ છે. પતિ ક્યારેક આવેશમાં આવીને કંઈક બોલી નાંખે, ત્યારે મૌન ધારણ કરવું જોઈએ, તેમાં જસમજદારી છે. સંબંધોને મનગમતા બનાવવા, પતિને સુખ આપવું અને પોતે પણ સુખી થવું એ જ વાતચીતનું રહસ્ય છે.