35 કરોડ લેનારા સ્ટાર્સ 3.5 કરોડનું ઓપનિંગ પણ મેળવતા નથી

કરણ જોહરે ઊંચી ફી માટે બળાવો કાઢ્યો

બોલીવૂડના સ્ટાર્સ દ્વારા લેવાતી ઊંચી ફી છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. હવે નિર્માતા કરણ જોહરે પણ આ મુદ્દે બળાપો ઠાલવ્યો છે. તેના કહેવા મુજબ બોલીવૂડના જે સ્ટાર્સ ૩૫ કરોડ રુપિયાની ફી માગે છે તેમની ફિલ્મને ૩.૫ કરોડનું ઓપનિંગ પણ મળતું નથી.  કરણે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે  બોલીવૂડમાં અત્યારે ૧૦ મોટા સ્ટાર્સ છે. તેઓ અંધાધૂંધ ડિમાન્ડ કરે છે. તેમને બેફામ પૈસા આપવા  પડે છે. પછી ફિલ્મ બનાવવાનો પણ ખર્ચો થાય છે. પરંતુ, તેની સામે તેટલી આવક થતી નથી. કરણ જોહરે કહ્યું હતું કે એક જોનરની ફિલ્મ ચાલે એટલે બધા તેની નકલ કરવા માંડે છે. નિર્માતાઓને પણ તેવી જ ફિલ્મ બનાવવી હોય છે અને કલાકારો પણ તેવી જ ફિલ્મો શોધે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *