હીના ખાનનો ઓટીટી પ્રોજેક્ટ છિનવાયો

રાપ્ચિક રીટામાં હીનાને બદલે અદા શર્મા હીના ખાનની હકાલપટ્ટીની ચર્ચાથી ચાહકો ભારે નારાજ, શરમજનક કૃત્ય ગણાવ્યું.

ટીવી એકટ્રેસ હીના ખાને બ્રેસ્ટ કેન્સરના કારણે એક ઓટીટી પ્રોજેક્ટ ગુમાવ્યો હોવાનું કહેવાય છે. ‘રાપ્ચિક રીટા’ નામના વેબ શોમાં તેને સ્થાને અદા શર્માને કાસ્ટ કરવામાં આવી હોવાની ચર્ચા છે.હીના ખાને તાજેતરમાં જ પોતાને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાહેર કર્યું હતું. તે પછી તેણે પોતાના લાંબા વાળ કપાવી નાખ્યા હોવાના તથા તેનાં શરીર પર બર્ન ઈન્જરી જેવા ડાઘ હોવાના ફોટા પણ વાયરલ થયા છે. આ વેબ શોમાં હીનાને રિપ્લેસ કરી દેવામાં આવી હોવાની વાતથી તેના ચાહકો ભારે નારાજ થઈ ગયા છે.  કેટલાક ચાહકોએ કોમેન્ટ કરી છે કે સર્જકોએ હીના સ્વસ્થ થાય ત્યાં સુધી રાહ જોઈ જેવાની જરુર હતી. કેટલાકે લખ્યું હતું કે હીનાના કપરા સમયે તેની સાથે આવો વર્તાવ બહુ શરમજનક કહેવાય. જોકે, કાસ્ટમાં આ ફેરફાર અંગે અદા શર્મા કે પછી શોના સર્જકો તરફથી અધિકૃત રીતે કશું જણાવાયું નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *