આ ફિલ્મની વાર્તા ભારત-પાકિસ્તાનના 1965ના યુદ્ધ પર આધારિત
અક્ષય કુમાર સ્કાઇ ફોર્સ નામની ફિલ્મમાં પાયલોટની ભૂમિકા ભજવતો જોવા મળવાનો છે. દિનશ વિઝના બેનર તળે આ ફિલ્મનું નિર્માણ થવાનું છે. આ ફિલ્મની વાર્તા ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પર આધારિત છે. જેમાં અક્ષયની સાથે નિમ્રત કૌર, વીર પહાડિયા અને સારા અલી ખાન કામ કરવાના છે. આ ફિલ્મમાં અક્ષય એરફોર્સના પાયલોટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું આર્ટ ડાયરેકશન અને સિનેમોટોગ્રાફી પર વિશેષ ધ્યાન આપવામાં આવવાનું છે. ફિલ્મને સંદીપ કેવલાની કરવાનો છે. ફિલ્મનું નિર્માણ દિનેશ વિઝન અમર કૌશિક અને જ્યોતિ દેશપાંડે કરવાના છે. ભૂતતકાળમાં ૨૧ વરસ પહેલા અક્ષયે ફિલ્મ અંદાજમાં પાયલોટની ભૂમિકા ભજવી હતી જે સુપરહિટ ગઇ હતી.