નવા સપ્તાહમાં સેન્સેક્સ 77444 ઉપર બંધ થતાં 78222 જોવાશે

ગત સપ્તાહમાં અહીંથી રવિવારે બીજી, જૂનની ગુજરાત સમાચારની આવૃતિમાં જણાવેલું કે ”એક્ઝિટ પોલના અનુમાન એનડીએને સ્પષ્ટ બહુમતીના આવ્યા છતાં હજુ વાસ્તવિક પરિણામ પર બજારની નજર રહેશે. એફ એન્ડ ઓના કેસીનોથી દૂર રહેજો. ૪, જૂન પહેલા સોમવારના ૩, જૂનના અટકળોનં બજાર ગરમ રહેવાની પૂરી શકયતાએ ખેલાડીઓ મોટી ઉથલપાથલ કરવાની કોશિષ કરે એવી સંભાવના છે.બજેટની જેમ ચૂંટણીના પરિણામ સમયે સટ્ટા બજાર, બુકીઓ મોટો ખેલો કરવા સોશ્યલ મીડિયામાં જાત જાતના અનુમાનો બતાવીને ખેલામાં નાના લોકોને જુગારી બનાવી તાણી લાવવા અને પોતાની ઝોળી છલકાવવા જાતજાતના તરકટ અપનાવતાં હોય છે. આપણે આ જુગારી માનસ ધરાવનારાઓની જાળમાં ફસાવું નહીં અને ચૂંટણીના પરિણામ કે બજેટના દિવસની સંભવિત અફડાતફડીમાં ટ્રેડીંગ કરવાથી દૂર જ રહેવું. આપણી પાસે રોકાણ કરવા માટે ઘણી તકો મળતી રહેશે. ખાસ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ના કોલ-પુટના જુગાર કહો કે કેસીનોથી દૂર રહેવું અને ૪, જૂનના પરિણામ આવી જાય બાદ બજારનો વંટોળ શાંત થયા પછી શાંત ચિતે સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરો શોધીને આકર્ષક વેલ્યુએશને રોકાણ કરવાનો વ્યુહ અપનાવવો.ચૂંટણી પરિણામના સપ્તાહની ઉથલપાથલથી દૂર રહેવું. ચૂંટણી પરિણામ અને ત્યાર બાદ ચોમાસાના પોઝિટીવ પરિબળે બજાર શકય છે કે આંચકા પચાવીને ફરી તેજીના પંથે સવાર થાય અને કેન્દ્રમાં સૌથી મોટા પક્ષ તરીકે ફરી ભાજપના નેતૃત્વમાં એનડીએની બહુમતી સાથેની સ્થિર સરકાર રચાવાના સંજોગોમાં બજારમાં વંટોળ બાદ ઐતિહાસિક તેજી જોવાય.”

બરોબર એ મુજબ બજારે ફંગોળાતી ચાલ ગત સપ્તાહમાં બતાવી સપ્તાહના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વમાં હેટ્રિક એનડીએ સરકાર રચવાનો દાવો કરી દેતાં બજારે ઐતિહાસિક તેજી બતાવી છે. હવે આ વિક્રમી તેજીને રવિવારે નવી સરકારના ગઠન અને શપથવિધિ સાથે દેશના મજબૂત વિકાસના નવા દોરની થનારી શરૂઆત સાથે તેજીનું સેન્ટીમેન્ટ આગામી સપ્તાહમાં જળવાઈ રહેવાની પૂરી શકયતા છે. જે સાથે ચોમાસાની શરૂઆત થવાનું પરિબળ પણ બજારને ગતિ આપશે. જેથી આગામી સપ્તાહમાં અણધાર્યા કોઈ પરિબળોની ગેરહાજરીમાં સેન્સેક્સ ૭૫૯૨૨ની ટેકાની સપાટીએ ૭૭૪૪૪ ઉપર બંધ થવાના સંજોગોમાં ૭૮૨૨૨ નવો ઈતિહાસ અને નિફટી સ્પોટ ૨૨૯૨૨ના સપોર્ટે ૨૩૫૫૫ ઉપર બંધ થતાં ૨૩૭૭૭નો નવો ઈતિહાસ રચી શકે છે.

અર્જુનની આંખે : ALPHAGEO (INDIA) LTD.

બીએસઈ(૫૨૬૩૯૭) , એનએસઈ ( ALPHAGEO) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, સંપૂર્ણ ડેટ-ઋણ મુક્ત, હૈદરાબાદના અલા ફેમિલીના ૪૬.૦૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની આલ્ફાજીઓ ઈન્ડિયા લિમિટેડ (ALPHAGEO INDIA LIMITED) વર્ષ ૧૯૮૭માં સ્થપાયેલી કંપની હાઈડ્રોકાર્બન અને મિનરલ્સના સંશોધન માટે જીઓફિઝિકલ સેસ્મિક ડેટા પ્રાપ્તિ, પ્રક્રિયા અને અર્થઘટન પ્રદાન કરે છે, ઓઈલ એક્સપ્લોરેશન અને પ્રોડકશન ક્ષેત્રને સેસ્મિક સર્વે સર્વિસિઝ પૂરી પાડે છે.જે એક ભારતીય જીઓફિઝિકલ કંપની છે, જે ભૂસ્તરીય સેસ્મિક ડેટા સંપાદન, તેની પ્રક્રિયા અને અર્થઘટનને આવરી લેતી વ્યાપક સર્વિસિઝ પ્રદાન કરે છે.

કંપની દ્વારા ઓફર કરાતી સર્વિસિઝમાં (૧) ટુડી અને થ્રીડી સર્વેની ડિઝાઈન અને પ્રિ-પ્લાનીંગ (૨) ટુડી અને થ્રીડીમાં સેસ્મિક ડાટા હસ્તગત કરવા (૩) સેસ્મિક ડેટા પ્રોસેસીંગ અને રિપ્રોસેસીંગ/સ્પેશ્યલ પ્રોસેસીંગ (૪) સેસ્મિક ડેટા ઈન્ટરપ્રીટેશન (૫) જનરેશન, ઈવોલ્યુશન અને સંભાવનાઓનું રેન્કિંગ આપવું (૬) જળાશયના ડેટા સંપાદન અને વિશ્લેષણ (૭) જીપીએસ અને આરટીકે સાથે ટોપોગ્રાફિક સર્વેક્ષણ સંપાદન અને પ્રક્રિયા માટે થર્ડ પાર્ટી ગુણવતા ચકાસણીનો સમાવેશ છે.

પ્રમુખ ગ્રાહકો : કંપનીના પ્રમુખ ગ્રાહકોમાં ઈસ્ટેક રિસોર્સિસ એશીયા, પેટ્રોનાસ કેરિગેલી, બીપીઆરએલ, ગેઈલ, ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, હાર્ડિ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડકશન, ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન કંપની, એસ્સાર ઓઈલ વગેરે છે.

આંતરરાષ્ટ્રીય સબસીડિયરીઓ : કંપનીની સબસીડિયરીઓમાં આલ્ફાજીઓ ઈન્ટરનેશનલ લિમિટેડ અને  આલ્ફાજીઓ ડીએમસીસી દુબઈ સ્થિત છે અને સેસ્મિક સર્વે પ્રવૃતિઓ કરે છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં મેળવેલા પ્રોજેક્ટો : (૧) ઓએનજીસી, જોરહાટ માટે પ્રોજેક્ટોમાં ત્રિપુરા પ્રદેશ (૩૨૦ એલકેએમ) અને કાચર પ્રદેશ (૨૮૨ એલકેએમ) માટે લોંગ ઓફસેટ રીજીયોનલ ટુડી સેસ્મિક ડાટા સંપાદન(૨) ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ, મધ્ય ભારત, નાગપુર માટે પ્રોજેક્ટ ગ્રેવિટી અને મેગ્નેટિક સર્વે તેમ જ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ડીજીપીએસ (૧૩,૪૮૧.૨૬ ચોરસ કિલો મીટર ) મેઝરમેન્ટ સાથે. (૩) ભારતના જીઓલોજિકલ સર્વે માટે પ્રોજેક્ટ. દક્ષિણ પ્રદેશ, હૈદરાબાદમાં ગ્રેવિટી અને મેગ્નેટિક સર્વે તમિલનાડુમાં ડીજીપીએસ (૧૮,૭૯૬ ચોરસ કિલોમીટર ) એલીવેશનના મેઝરમેન્ટ સાથે.નો સમાવેશ છે. 

ઓર્ડર બુક : (૧) ૧૫, જુલાઈ ૨૦૨૩ના કંપનીને ઓએનજીસી-દેહરાદૂન પાસેથી ૩૦૩ એસકેએમ થ્રીડી સેસ્મિક ડાટા ઓએએલપી બ્લોક જીવીઓએનએચપી ૨૦૨૧/૨ સેકટર ટુ ઉત્તર પ્રદેશમાં ગંગા તટ અને બિહારમાં સેસ્મિક ડાટા સંપાદન માટેનો રૂ.૩૯.૩૩ કરોડનો અંદાજીત કોન્ટ્રેકટ મળ્યો છે. (૨) ૨, એપ્રિલ ૨૦૨૪ના કંપનીને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ, ઓરિસ્સા તરફથી રૂ.૪૬ કરોડનો ઓર્ડર મળ્યો છે.

સબસીડિયરી નિકાલ : વર્ષ ૨૦૨૩-૨૪માં કંપનીએ ૧૭, ઓકટોબર ૨૦૨૩ના તેની સ્ટેપડાઉન સબસીડિયરી આલ્ફાજીઓ, ડીએમસીસીના લિક્વિડેશનને મંજૂર કર્યું હતું. પેટા કંપનીનો નિકાલ : ફેબુ્રઆરી ૨૦૨૩માં કંપનીએ  તેની પેટા કંપની એટલે કે આલ્ફાજીયો મરીન સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડને નિકાલ કરવા માટે અરજી કરી હતી. પ્રમોટરોના ગીરવેની પોઝિશન માર્ચ ૨૦૨૪ના અંતના ત્રિમાસિકમાં ૯.૫૬ ટકા હોલ્ડિંગના સ્તરે જળવાઈ હતી.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧ના રૂ.૩૬૮, માર્ચ ૨૦૨૨ની રૂ.૩૮૧, માર્ચ ૨૦૨૩ના રૂ.૩૯૮, માર્ચ ૨૦૨૪ના રૂ.૪૦૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૪૩૦

ડિવિડન્ડ : માર્ચ ૨૦૨૧ના ૮૦ ટકા, માર્ચ ૨૦૨૨ના ૮૦ ટકા, માર્ચ ૨૦૨૩ના ૮૦ ટકા, માર્ચ ૨૦૨૪ના ૮૦  ટકા

શેર હોલ્ડિંગ પેટર્ન : હૈદરાબાદના અલા ફેમિલી હસ્તક ૪૬.૦૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો, એફઆઈઆઈ, એચએનઆઈ અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશન્સ પાસે ૧૭.૯૮ ટકા અને રૂ.૨ લાખ સુધી વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૩૫.૯૩ ટકા છે.

નાણાકીય પરિણામ : 

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ : ચોખ્ખી આવક રૂ.૧૬૦ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૬૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨.૧૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૧૬ હાંસલ કરી છે.

(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૂ.૯૦ કરોડ મેળવી એનપીએમ ૧૪.૪૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૦.૪૩ હાંસલ કરી છે.

(૩) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૫૪.૯૬ કરોડ મેળવીને એનપીએમ ૧૮.૯૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦.૪૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૬.૩૪ નોંધાવી છે, અસાધારણ આઈટમ્સ રૂ.૭.૨૦ કરોડ, જેને  પેટા કંપની આલ્ફાજીઓ ઈન્ટરનેશનલના પ્રોપર્ટી પ્લાન્ટ અને ઈક્વિપમેન્ટ પરના ઈમ્પેરમેન્ટ નુકશાનીને ગણતરીમાં લીધા બાદ ચોખ્ખો નફો રૂ.૪.૬ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬.૨૪ થઈ છે.

(૪) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૧૧૩ કરોડ મેળવી એનપીએમ ૭.૫૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮.૫૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૩.૪૭ હાંસલ કરી છે, અસાધારણ આઈટમ રૂ.૭.૨૦ કરોડ જે  સબસીડિયરી કંપની આલ્ફાજીઓ ઈન્ટરનેશનલના પ્રોપર્ટી પ્લાન્ટ અને ઈક્વિપમેન્ટ પર ઈમ્પેરમેન્ટ નુકશાનીને ગણતરીમાં લીધા બાદ ચોખ્ખો નફો રૂ.૧.૦૫ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૦.૬૦ હાંસલ કરી છે.

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૬૫ કરોડ મેળવી અપેક્ષિત એનપીએમ ૧૦.૯૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૮.૭  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૮.૩૫ અપેક્ષિત  છે. 

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) સંપૂર્ણ દેવા-ઋણ મુક્ત, હૈદરાબાદના અલા ફેમિલીના ૪૬.૦૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની (૩) ઓઈલ એક્સપ્લોરેશન ઉદ્યોગ માટે સર્વે કરતી (૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૪-૨૫માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૮.૩૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૩૦ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર ૭, જૂન ૨૦૨૪ના બીએસઈ પર રૂ.૩૫૫.૮૦ ભાવે (એનએસઈ પર રૂ.૩૫૮.૯૫) શેર દીઠ રૂ.૮ કમ-ડિવિન્ડ, માત્ર ૧૨.૬૬ના પી/ઈએ  ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *