અભિનેતાએ દોઢ વરસનો ટ્રાન્સફોર્મેશન જર્નીનો વીડિયો શેર કર્યો.

કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનમાં બોક્સરમુરલીકાન્ત પેટકરની ભૂમિકા ભજવી રહ્યો છે. પોતાના પાત્રને ન્યાય આપવા માટે અભિનેતાએ દોઢ વરસમાં ૧૮ કિલો વજન ઘટાડયું છે.  અભિનેતાએ વજન ઘટાડવા માટે કઇ કઇ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડયું હતું જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે કાર્તિકે લખ્યું છે કે,પહેલા મારી માતા મને જિમમાં જવાનું કહેતી હતી અન ેહવે આજે એવી હાલત છે કે, તે ફોન કરીને મને કહે છે કે હવે જિમમાંથી પાછો આવ. અભિનેતાએ  વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યુ હતુ કે, ૯૦ કિલો  ફ્રેડી અને ૭૨ કિલો ચંદૂ ચેમ્પિયન. અત્યાર સુધીની મારી કારકિર્દીની સૌથી પડકારજનક ટ્સફોર્મેશન જર્ની શરૂ થવાની છે. 

આ વીડિયો ઉપરાંત કાર્તિકે ફેટ ટૂ ફિટની ઝલક દેખાડતા બે ફોટો શેર કર્યા છે. જેમાં એકમાં તે પેટની સાથે સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તસવીરમાં અભિનેતાના સિક્સ પેક જોવા મળી રહ્યા છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ૩૯ ટકા પ્રતિશત બોડી ફેટ થી ૭ પ્રતિશત બોડી ફેટ તક. અભિનેતાએ વધુમાં કહ્યુ ંહતું કે, મેં આ રોલ સાઇન કર્યો ત્યારે મને જાણ નહોતી કે મારા માટે પડકારજનક બની રહેશે. દિવસ-રાત જિમનેશિયમમાં પરસેવો વહાવ્યો હતો, સ્વિમિંગ અને બોક્સિંગ કરીને વજન ઘટાડયું ત્યારે હું ચંદૂ ચેમ્પિયન રોલ માટે ફિટ બન્યો. 

કાર્તિક ફિલ્મ ફ્રેડીમાં ૯૦ કિલો વજન ધરાવતો યુવક હતો જ્યારે ફલ્મ ચંદૂ ચેમ્પિયનમાં તેણે ૭૨ કિલો સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી હતી.કાર્તિકે વધુ શેર કરતાં કહ્યુ ંહતું કે,   ઇન્સોમ્નિયાક થી ફિટનેસ ઉત્સાહી બનવા સુધી, આ દોઢ વરસની મારી સફર રહી છે. જે મને હંમેશા યાદ રહેશે. લીજન્ડ મુરલીકાંત પેટકરની જિંદગીએ મને એક મજબૂત ઇન્સાન બનાવાની સાથેસાથે મારામાં વિશ્વાસ પણ જગાડયો છે કે કોઇ શમણું જુઓ તો તેને હાસિલ કરવું પણ મુમકિન છે.