અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા માત્ર બે મહિનામાં જ એસ્ટ્રોનટ મંગળ ગ્રહ પર પહોંચી શકે તેવી યોજના બનાવી રહયું છે. આના માટે જે રોકેટ તૈયાર કરવામાં આવ્યું છે તેનું નામ પલ્સ્ડ પ્લાઝમા રોકેટ છે. આ રોકેટ બન્યા પછી અંતરિક્ષમાં મંગળ જ નહી કોઇ પણ પ્રકારના મિશન માટે કામ કરવું સરળ બની જશે.એસ્ટ્રોનટ ખૂબ સારી રીતે ગ્રહો પરની યાત્રા કરી શકશે. મંગળ ગ્રહ પર માણસોને પહોંચાડવા માટેનો પ્લાન અત્યંત કપરો અને સમય માંગી લે તેવો હોવાથી અધતન ટેકનોલોજીના સંશોધનની મદદ લેવામાં આવી રહી છે. પૃથ્વી અને મંગળ ગ્રહ પરનું અંતર બદલાતું રહેતું હોવાથી આજની ટેકનોલોજીના હિસાબેં મંગળ ગ્રહ પર જવામાં ૨૨ થી ૨૪ મહિના જેટલો સમય લાગે છે.
આથી નાસા માત્ર બે મહિનામાં જ એસ્ટ્રોનટસને મંગળ ગ્રહ પર પહોંચાડી દે દિશામાં પલ્સ્ડ પ્લાઝમા રોકેટ સંશોધનમાં આગળ વધી રહયું છે.નાસાના જણાવ્યા અનુસાર આ રોકેટ ટેકનિક એકદમ ખાસ અને અતિ આધુનિક છે. આ હાઇ સ્પેસિફિક ઇમ્પલસ પર ઉડાણ કરતું હશે આથી તેના એન્જિનને તાકાત મળશે. નાસાના જણાવ્યા અનુસાર મંગળ ગ્રહ પર કાર્ગો અને એસ્ટ્રોનટ બે મહિનામાં મોકલી શકાશે. હાલમાં આ કોન્સેપ્ટ પર કામ કરી રહયા છે.
નાસાના જણાવ્યા ન્યૂકલિયર ફિઝન પાવર સિસ્ટમ લાગેલી હશે જેમાં રોકેટને ઉર્જા મળતી રહેશે જેમાં એટમને તોડવામાં આવતો હોવાથી પ્રચંડ ઉર્જા પેદા થાય છે આથી તે અન્ય રોકેટસની સરખામણીમાં કિફાયતી છે. રોકેટ નાનું હોવા છતાં રોકેટને ભારે સ્પેસક્રાફટસમાં અંતરિક્ષમાં મોકલી શકાશે. આ એવી ટેકનોસોજી હશે જે એસ્ટ્રોનોટસ કે ગેલેકિટ્સ કોસ્મિક કિરણોથી બચવાનો પણ મોકો મળશે. આ રોકેટ ટેકનોલોજીની મદદથી અવકાશયાત્રીઓ લાંબા સમય સુધી અંતરિક્ષની યાત્રા કરી શકશે.