મેષ : આપના કાર્યની સાથે બીજુ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.
વૃષભ : આપના કામમાં વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન : આપના કાર્યમાં આપે ધીરજ રાખવી. ઉતાવળ કરવાથી આપના કામ બગડે. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.
કર્ક : ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. યાત્રા-પ્રવાસ થાય.
સિંહ : કૌટુંબિક-પારિવારીક કામકાજને લીધે દોડધામ-શ્રમ અનુભવાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજ થાય.
કન્યા : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. પરંતુ વિચારોની દ્ધિધાને લીધે માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય.
તુલા : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
વૃશ્ચિક : આપની મહેનત-બુદ્ધિ અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.
ધન : દિવસ દરમ્યાન કામકાજની વ્યસ્તતાને લીધે આપના દોડધામ-શ્રમમાં વધારો જણાય. મિત્રવર્ગનો સાથ રહે.
મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર આપને મળી રહે.
કુંભ : આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ખર્ચ જણાય.
મીન : રાજકીય-સરકારી કામમાં આપને સાનુકુળતા મળી રહે. આપના કાર્યમાં પત્ની સંતાનનો સહકાર જણાય.