11 જિલ્લામાં આગામી પાંચ દિવસ ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર

ગુજરાતમાં ગરમીનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. આજે ૧૦ શહેરમાં ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હિંમતનગરમાં ૪૬.૨ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩થી વધુ રહેવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. આમ, હજુ પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિવત્ છે. 

આજે હિંમતનગર ઉપરાંત ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં ૪૪.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રીનો જ્યારે રાજકોટમાં ૪૪.૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૪.૭ ડિગ્રી વધ્યું હતું. રાજકોટમાં આગામી ૨૫ મે સુધી તાપમાન ૪૫ની આસપાસ જ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

બીજી તરફ અમદાવાદમાં ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે. અમદાવાદમાં ૧૬મીએ ૪૩.૬, ૧૭મીએ ૪૪.૨, ૧૮મીએ ૪૪.૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. જેની સરખામણીએ આજે ૪૪.૯ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૫.૩ ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદમાં ૨૫મી સુધી તાપમાન ૪૫ની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરેલી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ૨૪મી બાદ અમદાવાદમાં ગરમીનો પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગત રાત્રિએ અમદાવાદમાં ૩૧.૨ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૩.૭ ડિગ્રી વધ્યું હતું. આમ, રાતના પણ ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી વધ્યું છે. 

અમદાવાદ એરપોર્ટ ૪૬.૬ ડિગ્રી સાથે હોટેસ્ટ વિસ્તાર

આજે અમદાવાદ એરપોર્ટ ૪૬.૬ ડિગ્રી સાથે અમદાવાદ શહેરનો હોટેસ્ટ વિસ્તાર બની રહ્યો હતો. અન્ય વિસ્તારમાંથી નવરંગપુરામાં ૪૪.૩, બોપલ-ચાંદખેડા-સેટેલાઇટ-પિરાણા-રાયખડમાં  ૪૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

અમદાવાદમાં આગામી પાંચ દિવસનું સંભવિત તાપમાન
તારીખતાપમાન
૨૦૪૪.૦
૨૧૪૫.૦
૨૨૪૫.૦
૨૩૪૫.૦
૨૪૪૫.૦
૨૫૪૪.૦
અમદાવાદમાં વર્તમાન સિઝનમાં સૌથી ગરમ દિવસ
તારીખતાપમાન
૧૯ મે૪૫.૦
૧૮ મે૪૪.૫
૧૭ મે૪૪.૨
૧૬ મે૪૩.૬
૭ મે૪૩.૩
ક્યાં વધારે ગરમી
શહેરતાપમાન
હિંમતનગર૪૬.૨
ઈડર૪૬.૦
સુરેન્દ્રનગર૪૫.૩
ડીસા૪૫.૧
અમદાવાદ૪૫.૦
ભાવનગર૪૪.૬
અમરેલી૪૪.૬
ગાંધીનગર૪૪.૨
રાજકોટ૪૪.૧
વડોદરા૪૪.૦
ભુજ૪૨.૮
સુરત૪૧.૮
છોટા ઉદેપુર૪૧.૪
દાહોદ૪૦.૬
વલસાડ૪૦.૬
નર્મદા૪૦.૫
ડાંગ૩૯.૮
પોરબંદર૩૮.૫
નલિયા૩૭.૬
જામનગર૩૭.૦
કંડલા૩૬.૫