આ દિવસોમાં, કપિલ શર્મા OTT પ્લેટફોર્મ Netflix પર તેના કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો દ્વારા દર્શકોને સંપૂર્ણ મનોરંજનનો ડોઝ આપી રહ્યો છે. અત્યાર સુધી બી ટાઉનના તમામ સેલેબ્સ આ શોમાં ભાગ લઈ ચૂક્યા છે. આ શોને લઇને એક અપડેટ સામે આવી રહ્યાં છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનું નવું મિડ-સિઝન ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં ચંદુ ચેમ્પિયન એક્ટર કાર્તિક આર્યન અને મિસ્ટર એન્ડ મિસિસ સ્ટાર્સ રાજકુમાર રાવ-જ્હાનવી કપૂર, અનિલ કપૂર-ફરાહ ખાન સહિત ઘણા સ્ટાર્સ ધૂમ મચાવતા જોવા મળે છે.
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો નવો પ્રોમો રિલીઝ
મેકર્સે ગઈ કાલે શોનું મિડ-સિઝન ટ્રેલર રિલીઝ કર્યું હતું અને શોમાં આવનારા મહેમાનોની ઝલક બતાવી હતી. ટ્રેલરમાં અનિલ કપૂર, ફરાહ ખાન, સાનિયા મિર્ઝા, સાનિયા નેહવાલ, એડ શેરીન, બાદશાહ સહિત ઘણા સેલેબ્સ જોવા મળી રહ્યા છે
આ ગેસ્ટ આવશે શો માં
પ્રોમોની શરૂઆતમાં, આંતરરાષ્ટ્રીય સિંગર એડ શીરન કપિલના શોમાં જોવા મળે છે અને કહે છે કે આ ખૂબ જ ફની અને ક્રેઝી શો છે. આ પછી, પ્રોમોમાં, કાર્તિક આર્યન કહી રહ્યો છે કે, હું આજે જેટલો નર્વસ છું તેટલો ક્યારેય ન હતો. શોમાં અનિલ કપૂર અને ફરાહ ખાન કપિલ સાથે મસ્તી કરતા પણ જોવા મળે છે. આ શોના પ્રોમોમાં કપિલ શર્મા બાદશાહ અને અન્ય સિંગર સાથે મસ્તી કરતો જોવા મળે છે. આ સિવાય સાનિયા નેહવાલ, સાનિયા મિર્ઝા અને મેરી કોમ પણ પ્રોમોમા દેખાઇ રહ્યાં છે. એકંદરે, આખા પ્રોમોમાં આવનાર મહેમાનની ઝલક બતાવવામાં આવી છે.