કાન્સમાં થાઇ-હાઇ સ્લિટ ગાઉન સાથે સ્ટાઇલિશ ડેબ્યુ

કિયારા અડવાણીનું કાન્સમાં થાઇ-હાઇ સ્લિટ ગાઉન સાથે સ્ટાઇલિશ ડેબ્યુ     Cannes Film Festival: ફ્રાન્સના કાન શહેરમાં 14 થી 25 મે દરમિયાન 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ગઈ કાલે ઐશ્વર્યા રાયનો બેસ્ટ લુક જોવા મળ્યો હતો. ઐશ્વર્યા બાદ હવે કિયારા અડવાણીએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે. કિયારા ઓફ-વ્હાઈટ રંગના થાઈ સ્લિટ ગાઉનમાં સુંદર લાગી રહી હતી. આ ગાઉન ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કર્યું છે.

એકટ્રેસે શેર કર્યો વીડિયો 

કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કેમેરા સામે પોઝ આપતી દેખાય છે. કિયારા અડવાણીએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કાન્સમાં રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન વુમન ઇન સિનેમા ગાલા ડિનરમાં હાજરી આપી હતી.વ્હાઇટ ડ્રેસની સાથે સાથે તેની ઇયરિંગ્સે અભિનેત્રીના લુકમાં ચાર્મ ઉમેર્યો છે. જેમાં ડીપ નેકલાઈન છે. તેણે મેંચિગ ઈયરિંગ્સ અને હીલ્સ સાથે પોતાને લુકને ચાર ચાંદ લગાવી દીધા છે.  વ્હાઇટ પર્લની ઇઝ ઇયરિંગ્સ પહેરી છે. અભિનેત્રીનું ગાઉન એકદમ ક્લાસી લાગતું હતું. 

આ વીડિયોને અત્યાર સુધી 7 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને 60 લાખથી વધુ લોકોએ જોયો છે. કિયારા અડવાણીના કિલર લુક પર ફેન્સ ફિદા થઈ ગયા છે. ચાહકો એકટ્રેસને કમેન્ટ કરીને તેના વખાણ કરતા થાકી નથી રહ્યાં આ સાથે ઘણા યુઝર લુકને સ્ટનિંગ તો ઘણા બ્યુટીફૂલ ક્વીન કહી રહ્યું છે. કિયારાની સાથે સાથે શોભિતા ધુલીપાલાએ પણ કાન્સમાં ડેબ્યુ કર્યું છે. એકટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કર્યાં છે, જેમાં તે ડાર્ક પર્પલ કલરના સ્પાર્કલિંક જંપસૂટમાં જોવા મળી રહી છે. શોભિતાના આ આઉટફિટની કિંમત 1,80,000 જણાવવામાં આવી રહી છે.