ISIS ભરતી મામલે તમિલનાડુ-તેલંગાણામાં 30 જગ્યાએ દરોડા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ISISના કટ્ટરપંથીકરણ અને ભરતીના મામલમાં તમિલનાડુ અને તેલંગાનામાં 30 જગ્યાએ દરોડા પડ્યા છે. હાલમાં કોઈમ્બતુરમાં 21 જગ્યાએ, ચેન્નઈમાં 3 જગ્યાએ, હૈદરાબાદમાં 5 જગ્યાએ અને તેનકાસીમાં 1 જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIA આતંકવાદી સંગઠન ISISને ભારતમાં પગ જમાવતા રોકવા માટે સતત એક્શન લઇ રહી છે.

ISIS મોડ્યુલ સામે NIAની કાર્યવાહી

તમિલનાડુ અને તેલંગાનામાં ફેલાયેલા ISIS મોડ્યુલ સામે NIAની કાર્યવાહી ચાલી રહી છે.NIAએ હાલમાં જ તમિલનાડુ અને તેલંગાનામાં આતંક ફેલાવવાના કાવતરામાં ISISના રોલની તપાસ કરવા માટે એક કેસ નોંધ્યો હતો. આ કેસ નોંધવા બાદ જ NIA બંને રાજ્યોમાં 30 જગ્યાએ દરોડા પડવાનો નિર્ણય લીધો છે. આ દરોડાના માધ્યમથી ISISથી જોડાયેલા લોકોને પકડવાના છે જેમને દેશમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *