તારીખ ૨૧ મે ના રોજ ”આતંકવાદ વિરોધી દિવસ’ નિમિત્તે જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી ભૂપેશ જોટાણીયા તેમજ કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.દર વર્ષે, ૨૧ મેના રોજ, ભારત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદના જોખમો અને આ વૈશ્વિક ખતરા સામે લડવામાં એકતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.