તમે અત્યાર સુધી હાઇ હિલ્સ પહેરેલી મોડલ્સને કેટવૉક કરતાં જોઇ હશે કે કોઇ દેસી બીટ પર ઠુમકા લગાવતી જોઇ હશે પણ આ માઇન્ડ સેટને અર્જૂન કપૂરે પોતાની ફિલ્મ કી એન્ડ કાના એક ગીતમાં હાઇ હિલ્સ પહેરીને તોડી એક નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો, આવો જ એક ટ્રેન્ડ હવે રમત જગતમાં સેટ થયો છે. જ્યાં આવી હાઇ હિલ્સ સાથે દોડીને એક એથલિટે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.
બોલ્ટનો રેકોર્ડ બ્રેક કરી શકે છે ક્રિશ્ચીયન રૉબર્ટૉ
જ્યારે કોઇ પણ દોડ જગતના રેકોર્ડની વાત આવે ત્યારે ઉસૈન બોલ્ટની વાત ન થાય તેવું તો બની શકે જ નહીં કેમકે તેના નામ પર અનેક રેકોર્ડ નોંધાયેલા છે. ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડે એવો પણ દાવો કર્યો છે કે 34 વર્ષના ક્રિશ્ચીયન રૉબર્ટૉનો આ રેર્કોર્ડ ઉસૈન બૉલ્ટથી માત્ર 3 સેકન્ડ પાછળ છે. આ દાવા બાદ લોકો ક્રિશ્ચીયન રૉબર્ટૉની સરખામણી ઉસૈન બોલ્ટ સાથે કરવા લાગ્યા છે.
અનેક વર્લ્ડ રકોર્ડ ધારક છે ક્રિશ્ચીયન રૉબર્ટૉ
વર્લ્ડ રેકોર્ડ જગતમાં રૉબર્ટૉનું નામ ખૂબ જ જૂનું છે. તે અગાઉ પણ અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યો છે. જેમાં સમાવેશ સૌથી લાંબો સમય પોતાની દાઢી પર સાઇકલ બેલેન્સ કરવાનો છે. જેમાં તેને 9 મીનિટ અને 41 સેકન્ડ જેટલો સમય પોતાની ડાઢી પર સાઇકલ બેલેન્સ કરી હતી. સૌથી લાંબા સમય પર નાક પર વસ્તુ બેલેન્સ કરવાનો રેકોર્ડ જે 2 ક્લાક અને 42 મીનિટનો છે આવા આશરે 57 જેવા રેકોર્ડ પોતાના નામે ધરાવે છે.
ડાયાબિટીક પેશન્ટ છે ક્રિશ્ચીયન રૉબર્ટૉ
પોતાના આ રેકોર્ડ અંગે ક્રિશ્ચીયન રૉબર્ટૉએ જણાવ્યું હતું કે, “આ રેસની તૈયારીઓ થકાવી નાંખે તેવી હતી. હાઇહિલ્સ સાથે દોડવું થોડું ચેલેન્જીંગ પણ હતું. જો કે સ્પેનમાં આવી રેસ થતી હોય છે જે હંમેશા મારા માટે સારી રહી છે ” તેણે એવું પણ ઉમેર્યું હતું કે આ વર્લ્ડ રેકોર્ડ બનાવીને તેણે ટાઇપ 1 ડાયાબિટીક પેશન્ટ્સને એવી પ્રેરણા આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ સામાન્ય માણસો કરતાં પણ ઘણું વધારે સારું પર્ફોમ કરી શકે છે
2.76 ઇંચની હિલ્સ સાથે વર્લ્ડ રેકોર્ડ
આ રેકોર્ડ બનાવ્યો છે સ્પેનના એથલીટ ક્રિશ્ચીયન રૉબર્ટૉ લોપેજ રોડ્રિગ્જને. તેણે 100 મીટરનું અંતર 2.76 ઇંચની હાઇ હિલ્સ પહેરીને 12.82 સેકન્ડમાં પુરુ કર્યું છે. જે બાદ ગિનીસ બુકે તેનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે અને ત્યારથી હાઇ હિલ્સ સાથે દોડતા આ ક્રિશ્ચીયનનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો