ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા મહિના પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમના રાજીનામાં બાદ શિવ સુંદર દાસ BCCIના વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જો કે હવે BCCI ટૂંક સમયમાં જ નવા મુખ્ય પસંદગીકારના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્ય પસંદગીકારની રેસમાં અજીત અગરકરનું નામ સૌથી આગળ છે.

વીરેન્દ્ર સેહવાગે વાતને નકારી કાઢી

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજીત અગરકર મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સંભાળી શકે છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર પદની રેસમાં અજીત અગરકરનું નામ સૌથી આગળ છે. હાલમાં શિવ સુંદર દાસ BCCIના વચગાળાના મુખ્ય પસંદગીકારની જવાબદારી સંભાળી રહ્યા છે પરંતુ ટૂંક સમયમાં BCCI નવા મુખ્ય પસંદગીકારની જાહેરાત કરી શકે છે. હજુ થોડાક દિવસો પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે નવા મુખ્ય પસંદગીકાર માટે વીરેન્દ્ર સેહવાગનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ પૂર્વ ઓપનરે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.

મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા મહિના પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતું
હાલ શિવ સુંદર દાસ BCCIના વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

અજિત અગરકરની દાવેદારી સૌથી મજબૂત!

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજીત અગરકર નવા BCCI મુખ્ય પસંદગીકારની રેસમાં સૌથી મજબૂત દાવેદાર છે. આ રેસમાં તે આગળ છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી પરંતુ અજીત અગરકરનું મુખ્ય પસંદગીકાર બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ અજીત અગરકરની કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ 26 ટેસ્ટ મેચ, 191 વનડે અને 4 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત તેણે IPLની 42 મેચ રમી છે.

અજિત અગરકરની કરિયર 

અજીત અગરકરના નામે 26 ટેસ્ટ મેચોમાં 59 વિકેટ છે. જ્યારે આ ખેલાડીએ 191 વનડેમાં 288 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેણે 4 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે અજીત અગરકરે IPLની 42 મેચોમાં 29 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. બીજી તરફ ટેસ્ટ ફોર્મેટમાં અજીત અગરકરની બેટિંગની વાત કરીએ તો આ ખેલાડીએ 16.79ની એવરેજથી 571 રન બનાવ્યા હતા. જ્યારે 191 વનડેમાં તેણે 14.59ની એવરેજથી 1269 રન ઉમેર્યા હતા. અજીત અગરકર IPLમાં દિલ્હી કેપિટલ્સની કોચિંગ ટીમનો ભાગ રહી ચૂક્યો છે.

By admin