આ વખતે ભારતમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપ માટેનો શેડ્યુલ તથા કાર્યક્રમ ICCએ આજે એટલે 27 જૂનના રોજ જાહેર કરી દીધો છે. ટુર્નામેન્ટના આયોજનની દરેક સ્થળ અને મેચની તારીખો સામે આવી ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કારણે શેડ્યુલ જાહેર કરવામાં આટલી વાર લાગી. અને હવે શેડ્યુલ જાહેર કર્યા બાદ પણ પાકિસ્તાનની બબાલ ચાલું છે,  PCB તરફથી ટીમ ભારત રમવા જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

તા.5 ઓકટોબરથી ભારતમાં રમાનારા વનડે વર્લ્ડકપ 2023નું શેડયુલ જાહેર કરી

આગામી તા.5 ઓકટોબરથી ભારતમાં રમાનારા વનડે વર્લ્ડકપ 2023નું શેડયુલ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તા. 29 નવેમ્બર સુધી આ સ્પર્ધા રમાશે, જેમાં તા.15 ઓકટોબર ભારત અને પાકિસ્તાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. લાંબા સમયથી આ શેડયુલ અંગે પાકિસ્તાન ભારતમાં રમવા મુદે આનાકાની કરી રહ્યું હતું.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વન-ડે વર્લ્ડ કપને લઈને ભારતમાં ટીમ મોકલવામાં બાબતે હજુ સુધી ફાઈનલ નથી

ભારતમાં યોજાનાર ICC વન-ડે વર્લ્ડ કપને લઈને હવે હોબાળો શરુ થઈ ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વન-ડે વર્લ્ડ કપને લઈને ભારતમાં પોતાની ટીમ મોકલવામાં બાબતે હજુ સુધી ફાઈનલ નથી કર્યું. ICCને વિશ્વાસ છે કે બાબર આજમની કેપ્ટનશીપવાળી ટીમ ભારતમાં 50 ઓવરોનો વર્લ્ડ કપ રમશે. 

પાકિસ્તાનના ભારતમા રમવા આવવા પર પણ વાંધો 

ICCએ મંગળવારના રોજ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાનાર વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ સાથે કેટલીક ટીમોની વિરુદ્ધ પાકિસ્તાનની મેચ ચેન્નઈ અને બેંગ્લોરમા કરવા માટે પીસીબીને અનુરોધ પણ ઠુકરાવી દીધો હતો. પીસીબી ચેન્નઈની ટર્નિંગ પિચ પર અફઘાનિસ્તાનથી અને બેગ્લોર સામે ઓસ્ટ્રેલિયા સાથે નથી રમવા ઈચ્છતા. 

પાકિસ્તાનને રમવું કે નહી તે માટે સરકાર મંજુરી આપે તેના પર નિર્ભર રહે છે: પીસીબી

વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત પછી પીસીબીએ કહ્યુ કે, પાકિસ્તાનને રમવું કે નહી તે માટે સરકાર મંજુરી આપે તેના પર નિર્ભર છે. પીસીબીના અધિકારીએ કહ્યુ કે, વર્લ્ડ કપમાં અમારે રમવું અને 15 ઓક્ટોમ્બરના રોજ અમદાવાદમાં સેમી ફાઈનલમા પહોચ્યા પછી મુંબઈમાં રમવું એ સરકાર તરફથી મંજુરી મળ્યા પર આધાર છે. 

અમને વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ વન-ડે વર્લ્ડ કપમાં રમવા ભારત આવશે: ICC પ્રવક્તા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખુદ પોતાની ટીમને વર્લ્ડ કપમાં રમવા આવવા પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ ICCના એક પ્રવક્તાએ કહ્યુ કે, બધા સભ્યોએ પોતાના દેશના કાયદાનું પાલન કરવાનું છે અને અમે તેનું સમ્માન કરીએ છીએ. પરંતુ અમને વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ વન-ડે વર્લ્ડ કપમાં રમવા ભારત આવશે. 

ભારતમા રમાનાર મેચોનું શેડયુલ
ભારત  વિરુદ્ધ  ઓસ્ટ્રેલિયા           8 ઓકટો. ચેન્નઈ
ભારત  વિરુદ્ધ  અફઘાનીસ્તાન    11 ઓકટો. દિલ્હી
ભારત  વિરુદ્ધ  પાકિસ્તાન           15 ઓકટો. અમદાવાદ
ભારત  વિરુદ્ધ બાંગ્લાદેશ            19 ઓકટો. પુના
ભારત  વિરુદ્ધ  ન્યુઝીલેન્ડ             22 ઓકટો. ધરમશાલા
ભારત  વિરુદ્ધ  ઈંગ્લેન્ડ                 29 ઓકટો. લખનઉ
ભારત  વિરુદ્ધ  કવોલીફાયર           2 નવેમ્બર મુંબઈ
ભારત  વિરુદ્ધ  દ.આફ્રિકા             5 નવેમ્બર કોલકતા
ભારત  વિરુદ્ધ  કવોલીફાયર          11 નવેમ્બર બેંગ્લોર