વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી લોખંડની પ્લેટોનો જથ્થો ચોરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે.
કારેલીબાગ વિસ્તારમાં નવરંગ હોસ્પિટલની પાછળ નવા બંધાતા મકાન પાસે મુકેલી એક લાખ ઉપરાંતની કિંમતને લોખંડની પ્લેટો બે દિવસ પહેલા ચોરાઈ હતી.
વડોદરા પોલીસે છાણી જકાતનાકા વિસ્તારમાંથી જૈમીન રાજેન્દ્રભાઈ શાહ (પ્રજ્ઞાવતી સોસાયટી, કારેલીબાગ) ને શકમંદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન અગાઉ સયાજીગંજ અને માંજલપુર ની ચોરીઓના બનાવમાં સંડોવાયેલા જૈમીને બે દિવસ પહેલા કારેલીબાગના નવા બંધાતા મકાન પાસેથી લોખંડની પ્લેટો ચોરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી છે.