વિજય થલાપતિ સામે તેની આગામી ફિલ્મ લિયોના ગીત ‘ના રેડી’ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગીતનો વિડીયો હજુ રીલીઝ નથી થયો પરંતુ થોડા દિવસ પહેલા એક મ્યુઝિક વિડીયો રીલીઝ થયો હતો. ચેન્નઈ સ્થિત એક કાર્યકર્તાએ અભિનેતા વિરુદ્ધ ડ્રગ અને આલ્કોહોલના ઉપયોગને વખાણવા બદલ ફરિયાદ નોંધાવી હતી. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.
વિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
વિજય, તૃષા કૃષ્ણન અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ લિયો નું નિર્દેશન કનગરાજે કર્યું છે. ના રેડી ગીત વિજય અને અનિરુદ્ધે ગાયું છે તેને કમ્પોઝ પણ તેમણે જકર્યું છે. રવિવારે ચેન્નાઈ સ્થિત આરટીઆઈ સેલ્વમે ચેન્નાઈ પોલીસ કમિશનર સમક્ષ ફિલ્મ વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી અને વિજય વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે વિજય ગીત દ્વારા ડ્રગ્સના સેવનનો વખાણ કરી રહ્યો છે. સેલ્વમે સોમવારે વ્યક્તિગત રીતે પોતાની ફરિયાદ પણ રજૂ કરી હતી.
‘ના રેડી’ ના મ્યુઝિક વિડિયોમાં ફિલ્મની કેટલીક તસ્વીરો અને ઝલક છે. જેમાં વિજય મોંમાં સિગારેટ લઈને નાચતો જોઈ શકાય છે અને બેકઅપ ડાન્સર્સના હાથોમાં બિયરના મગ છે. ગીતના બોલ પણ દારૂ વિશે છે. રસપ્રદ વાત એ છે કે સેલ્વમે દિગ્દર્શક લોકેશની અગાઉની ફિલ્મ વિક્રમ સામે પણ આવી જ ફરિયાદ કરી હતી. જેમાં કમલ હાસને અભિનય કર્યો હતો. જો કે, ફિલ્મને ડ્રગ વિરોધી તરીકે ગણવામાં આવી હતી અને તેમાં હસનને એક કાર્ટેલનો પર્દાફાશ કરતા ભૂતપૂર્વ સ્પેશિયલ ઓપ્સ ઓફિસર તરીકે દર્શાવવામાં આવ્યો હતો.
9 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
આ ફિલ્મ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તે વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે.