બોલિવૂડ એક્ટ્રેસ ઈશા કોપ્પીકરે બેશક ઈન્ડસ્ટ્રીથી અંતર જાળવી રાખ્યું છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એકટ્રેસ પોતાના સોશિયલ મીડિયા પર ફેન્સ માટે સતત અપડેટ આપતી રહે છે.
ઇશાએ શેર કર્યા ગુડ ન્યુઝ
હવે ઈશાએ ફેન્સને એક ખુશખબર આપી છે. ઈશાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાના ઘરે આવેલા નાના મહેમાનની ઝલક બતાવી છે. ઈશા પહેલા વીડિયોમાં સોનોગ્રાફીની તસવીર બતાવે છે. તે પછી તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. એટલે કે, ઇશા બીજી વખત માતા બનવાની છે. તેમના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે.
વીડિયોમાં આવ્યો ટ્વિસ્ટ
સોનોગ્રાફીનો ફોટો જોયા બાદ ફેન્સ વિચારી રહ્યા છે કે, ઈશા પ્રેગ્નન્ટ છે. ઊલટાનું એવું નથી. તેણી ગર્ભવતી નથી, તેણીએ તેના સુંદર ગલુડિયાને તેના પેટમાં છુપાવી દીધું છે. જે તે તેના ટી-શર્ટની અંદરથી બહાર કાઢે છે. તેણીએ તેને પ્રેમથી તેના ખોળામાં પકડી લીધો. ઈશાની દીકરી પણ તેની સાથે રમતી જોવા મળે છે. વીડિયો શેર કરતાં ઈશાએ લખ્યું- હું તમારા બધાથી ખુશખબર છુપાવી રહી હતી. પરંતુ હું તેને લાંબા સમય સુધી છુપાવી શકી નહી. પરંતૂ હું આ ન્યુઝને વધુ સમય માટે છુપાવી ના શકી
ઈશાની આ પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું- અભિનંદન. અને મિઠાઇ કોણ ખવડાવશે? જ્યારે અન્ય એક ચાહકે લખ્યું- મેમ, એક નવો સભ્ય આવ્યો છે.
ઈશાએ વર્ષ 2009માં ટીમી નારંગ સાથે લગ્ન કર્યા હતા. તેમની એક પુત્રી પણ છે જેને ઈશાએ 2014માં જન્મ આપ્યો હતો. ઈશાના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે જે ખરેખરમાં એક પપી છે. જે વીડિયોમાં પણ ઇશા તેને વ્હાલ કરતી જોવા મળી હતી. આ સભ્યના ઘરમાં આવવાથી પરિવાર ખુશ દેખાઇ રહ્યો છે.