પુત્રીઓની સગા પિતાએ જ કરી નાખી હત્યા

ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક પિતાએ બીજા લગ્ન કરવા માટે પોતાની બે માસૂમ પુત્રીઓની ગળુ દબાવીને નિર્દયી રીતે હત્યા કરી નાખી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

ઘટના દહેરાદૂનથી 25 કિલોમીટર દૂર ડોઈવાલા વિસ્તારની છે. બાળકીઓની નાનીએ જમાઈ વિરુદ્ધ ડોઈવાલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. જાણકારી અનુસાર આશુ દેવી નિવાસી કેશવપુરી ડોઈવાલાએ જણાવ્યુ કે તેમની નાની પુત્રી રીનાના લગ્ન પાંચ વર્ષ પહેલા જિતેન્દ્ર સાથે થયા હતા. લગ્ન બાદ તેમને બે પુત્રીઓ થઈ. એક 3 વર્ષની અને બીજી દોઢ વર્ષની હતી. જિતેન્દ્ર ઘણી વખત પોતાની પત્ની રીનાને માર મારતો હતો. ઘણા દિવસ સુધી તો રીના પતિ જિતેન્દ્રનો ત્રાસ સહન કરતી રહી પરંતુ જ્યારે બાબત હદથી વધુ આગળ વધી ગઈ તો રીના બંને પુત્રીઓને જિતેન્દ્ર પાસે મૂકીને હૈદરાબાદ જતી રહી. આ દરમિયાન જિતેન્દ્રએ પણ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યુ પરંતુ તેને બીજા લગ્ન કરવામાં બંને પુત્રીઓ અવરોધરૂપ લાગી. તેથી જિતેન્દ્રએ વિચાર્યુ કે તે પોતાની પુત્રીઓને જ મારી નાખશે જેથી તે બીજા લગ્ન કરી શકે. તેણે બંનેની હત્યા કરવા માટે શુક્રવારનો દિવસ પસંદ કર્યો. પછી રાતના સમયે પહેલા તો બંને પુત્રીઓને જમાડીને સૂવડાવી દીધી અને જ્યારે પુત્રીઓને ગાઢ નિદ્રા આવી તો જિતેન્દ્રએ તેમની ગળુ દબાવીને હત્યા કરી નાખી. જે બાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો જ્યારે આની જાણકારી બાળકોની નાનીને થઈ તો તેઓ તાત્કાલિક ડોઈવાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા.

એસએસઆઈએ જણાવ્યુ કે બાળકીઓની નાનીએ આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. સાથે જ આરોપીની શોધખોળ ચાલી રહી છે. પોલીસનું કહેવુ છે કે ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરી લેવાશે.