ક્રુઝ શિપ ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ સંબંધી રૃ. ૨૫ કરોડની ખંડણીના કેસમાં નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેની ધરકડ કરવા અંગે સીબીઅઈએ મગનંટ નામ મરી નહીં પાડતાં કોર્ટે એજન્સીને ઝાટકી હતી. સીબીઆઈને સંતાકુકડીનો ખેલ નહીં કરવાનું જણાવીને કોર્ટે વાનખેડેને વચગાળાનું રક્ષણ આપવું કે પાછું ખેંચવું તેનો નિર્ણય લેવા પૂર્વે સીબીઆઈને કેસ ડાયરી રજૂ કરવા જણાવ્યું છે.
વાનખેડેની ધરપકડ કરશો કે નહીં એ વાતનો સીબીઆઈ સ્પષ્ટ જવાબ નહીં અપાતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તમે આ વાતનો જવાબ આપવામાં કેમ અચકાઓ છો? એવો સવાલ કર્યો હતો
ન્યા.ગડકરી અને ન્યા. દીગેની બેન્ચે સીબીઆઈને ૨૭ જૂને કેસ ડાયરી રજૂ કરવા કહીને સુનાવણી પછીના દિવસે એટલે કે ૨૮ જૂને રાખી છે ત્યાં સુધી વાનખેડેને અપાયું રક્ષણ કાયમ રખાયું છે. વાનખેડેને ધરપકડ સામે અપાયેલા રક્ષણને પાછું ખેંચવા સીબીઆઈએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી.
સીઆરપીસીની કલમ ૪૧એ ( આ રોપીને નિવેદન માટે હાજર રહેવાનો નિર્દેશ)હેઠળ નોટિસ જારી કરાઈ છે અને તેઓ હાજર રહે છે, પછી ધરપકડનો સવાલ જ ક્યાં છે? કેસ ડાયરી રજૂ કરો, એમ કોર્ટે જણવ્યું હતું.
સીબીઆઈ વતી વકિલે જણાવ્યુંહતું કે સીબીઅીઈને મુક્ત દોરી સંચાર આપો જોઈએ ધરપકડ કરવી કે નહીં એ અજેન્સીનો અધિકાર છે. ભવિષ્યમાં વાનખેડે સહકાર આપે નહીં તો?.
રાહત પાછી ખેંચવાની સીબીઆઈની દલીલ દર્શાવે છે કે વાનખેડેની ધરપકડ કરવા માગો છો. તમારી દલીલ ગંભીર પ્રશ્નો નિર્માણ કરી રહી છે, એમ કોર્ટે જણાવ્યું હતું. તમારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે વાનખેડેની ધરપકડ જરૃરી છે.
અગાઉ વેકેશન બેન્ચે વાનખેડેને ધરપકડ સામે રક્ષણ આપીને સીબીઆઈને વિસ્તૃત જવાબ નોંધાવવા જણાવ્યું હતું. કોર્ટે તેમને વોટેસએપ ચેટ પ્રકાશિત નહીં કરવા કે કેસ સંબંધી પ્રેસ નિવેદનો નહીં કરવાનું પણ જણાવ્યું છે.
કોર્ટને સીબીઆઈના વકિલે જણાવ્યું હતું કે આકરા પગલાં નહીં લેવાના આદેશથી તપાસ એજન્સી પ્રત્યે પૂર્વગ્રહ ઊભો થાય છે. તમે નોટિસ આપી હોય તો તમે ધરપકડ કઈ રીતે કરી શકો? આથી નિવેદન કરો ત્યાં સુધી તમે ધરપકડ કરી શકશો નહીં, એમ બેન્ચે એજન્સીને જણાવ્યું હતું.