વડોદરા શહેરના ગોરવા સમતા વિસ્તારમાં રહેતા વિશ્વકર્મા પરિવારની 13 વર્ષીય દીકરી ગુમ થયાની ઘટના સામે આવી છે. 19 જૂનના રોજ માતા બે દીકરીઓને શાળામાં મૂકી નોકરી ઉપર ગઈ હતી. ત્યારબાદ 13 વર્ષની દીકરી ઘરે જોવા મળી ન હતી. બીજી દીકરીએ કહ્યું હતું કે, બંને બહેનો શાળામાંથી ઘરે પરત આવી હતી. અને હું બાજુના રૂમમાં હતી તે સમયે જાણ કર્યા વગર જતી રહી છે. સંબંધીઓને ત્યાં તથા જરૂરિયાત સ્થળે તપાસ કરવા છતાં તેનો કોઈ પતો લાગ્યો ન હતો. કોઈ અજાણી વ્યક્તિ અપહરણ કરી ગયાની શંકા પરિવારજનો એ વ્યક્ત કરી છે. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, શ્યામ સગીરાએ બ્લુ કલરની ટીશર્ટ અને લેંગીસ પહેરી છે.