રામાયણમાં રામની જન્મભૂમિ તરીકે જેનો ઉલ્લેખ થયો છે તે રામની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહયું છે. અયોધ્યામાં ૧૫ થી ૨૪ સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન થયું છે અને ૨૫ જાન્યુઆરીના રોજ આમ જનતા પણ તના દર્શન કરી શકશે. રામમંદિરના ઉદઘાટન માટે દુનિયા ભરમાં ભારતીય દૂતાવાસ દ્વારા વિભિન્ન પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી રહયું છે.
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્વ મિશ્રાએ એક મીડિયાને આપેલી માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી અંતિમ દિને અભિષેક સમારોહમાં સામેલ થશે.પ્રાણ પ્રતિષ્ઠા પછી રામ મંદિરના કપાટ સૌ ભકતો માટે ખુલશે. શ્રધ્ધાળુઓ ૨૫ જાન્યુઆરીથી મંદિરમાં દર્શન કરી શકશે. ત્રણ માળના મંદિર નિર્માણનું કાર્ય તેના અંતિમ ચરણમાં છે અને દિવાળી સુધીમાં તૈયાર થઇ જશે. મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવામાં આવશે. રામ મંદિર ૧૬૧ ફૂટ ઉંચું શિખર પણ સોનાથી મઢવામાં આવશે. અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામના બાલ સ્વરુપની પૂજા કરવામાં આવશે. સદીઓ જૂના સંઘર્ષ અને કાનુની દાવપેચ પછી ભવ્ય રામ મંદિરનો સાક્ષાત્કાર જોવા મળશે.