જમ્મુ-કાશ્મીરમાં, ભારત-પાકિસ્તાન સરહદ એલઓસીની નજીક આવેલા કુપવાડા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓના આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
અથડામણમાં 5 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર
સુત્રો પરથી મળતી માહિતીના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા એજન્સીઓ અને આતંકવાદીઓ વચ્ચેના આ અથડામણમાં 5 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે.