ઉત્તર કોરિયાએ આજે પૂર્વી સમુદ્રમાં બે શોર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી તેમ દક્ષિણ કોરિયાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ બેલેસ્ટિક મિસાઇલ તાજેતરમાં પૂર્ણ થયેલ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેની સૈન્ય કવાયતના વિરોમાં છોડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મેના અંતમાં ઉત્તર કોરિયાએ ભ્રમણકક્ષામાં પ્રથમ જાસૂસી સેટેલાઇટ છોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ ગુરૃવાર સાંજે રાજધાની પ્યોંગયાંગમાંથી બે બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી.

જાપાનના સંરક્ષણ પ્રધાને પણ ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઇલ છોડવાના અહેવાલોને સમર્થન આપ્યું છે. જાપાનના કોસ્ટ ગાર્ડે સમુદ્રી જહાજોને ચેતવણી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે આ બેલેસ્ટિક મિસાઇલ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેની સૈન્ય કવાયત પૂર્ણ થયા પછીના થોડાક જ કલાકોમાં છોડવામાં આવી હતી.

છેલ્લા કેટલાક મહિલાઓમાં ઉત્તર કોરિયા દ્વારા શસ્ત્રોનું પરીક્ષણ વધતા અને દક્ષિણ કોરિયા તથા અમેરિકાની સંયુકત સૈન્ય કવાયત વધતા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તંગદિલી વધી છે.

By admin