મહા ચક્રવાત બિપોર જોયની વિશાળતા જોતા ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠા ઉપરાંત પાકિસ્તાનના કાંઠા વિસ્તારોમાં પણ કાળો કેર વરતાવશે. ગુજરાત ઉપરાંત મહા ચક્રવાતના ઘેરાવામાં પાકિસ્તાન પણ બાકાત રહેવાનું નથી. ચક્રવાત ધીમું પડી ગયું હોવા છતાં તેની વિનાશ વેરવાની ક્ષમતા ઘટી નથી.
પાકિસ્તાનના ડોન અખબારના અહેવાલ અનુસાર પાકિસ્તાનના સિંધમાં થટ્ટા, સુજાવલ,બાદિલ અને થરપારકર જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શકયતા છે. ગુરુવારની રાત્રીએ અને શુક્રવારે કરાંચી,હૈદરાબાદ,ટાંડો મોહમ્મદખાન, ટાંડો અલ્યારા અને બેનજીરાબાદ વિસ્તારને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે.
કરાંચી અને આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનનો મૌસમ વિજ્ઞાાન વિભાગ માને છે કે ચક્રવાત કેટી બંદરગાહ અને ભારતના ગુજરાતની વચ્ચે રહે તેવી શકયતા છે. ચક્રવાત કરાંચીથી ૨૦૦ કિમી,થાટાથી ૨૧૦ કિમી અને કેટી બંદરગાહથી ૧૩૦ કિમી દક્ષિણ પશ્ચિમ દિશામાં સ્થાઇ થયેલું હતું.
સિંઘના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર થટ્ટા,સુજાવલ અને બદીનને સંવેદનશીલ જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાંથી ૬૭૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવીને ૩૯ જેટલા રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. કેટલાક સગા સંબંધીઓને ત્યાં પણ રહેવા જતા રહયા છે.