પાકીસ્તાન દ્વારા અવાર-નવાર ભારતીય બોટોના અપહરણ કરી જવામાં આવે છે જેમાં સૌથી વધુ બોટો પોરબંદરની છે તેથી પકડા પકડીનો ખેલ અટકાવવા પોરબંદરમાં બોટ માલીકો અને બોટ એશોસીએશન સાથે એસઓજીએ બેઠક યોજી હતી.
હાલની પરિસ્થિતિમાં આઇએમબીએલ ઉપર ભારતીય બોટો તથા માછીમારોના અપહરણના બનાવો બનતા અટકાવવા તેમજ આઇએમબીએલ ક્રોસ કરી ફીશીંગ ન કરવા અંગે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓએ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. કે.આઇ. જાડેજા તથા પો.સ.ઇ. એચ.સી. ગોહિલનાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે પો. ઇન્સ. તથા પો.સ.ઇ.એ એસ.ઓ.જી.ટીમ દ્વારા પોરબંદર બોટ એશો. તથા બોટ માલીકો સાથે એક તકેદારી મીટીંગ યોજવામાં આવેલ
જે મીટીંગમાં બોટ માલીકોને સુચના આપવામાં આવેલ કે, માછીમારીમાં જતી બોટોના ટંડેલ તથા ખલાસીઓને બોટ માછીમારીમાં રવાના થાય ત્યારે આઇએમબીએલ ક્રોસ કરી ફીશીંગ નહીં કરવા સુચના આપવામાં આવે, જે ખલાસીઓ ફીશીંગમાં જાય ત્યારે તેઓના ઓળખપત્રોની કોપી તેમજ તેઓના મોબાઇલ નંબરની ખાસ નોંધ રાખે, માછીમારી કરવા જતી બોટોના ટંડેલ ખલાસીઓને 16 નંબરની ચેનલ જામ નહીં કરવા અને ર0 નંબરની ચેનલનો ઉ5યોગ કરવા સુચના આપવી, ટોલ ફ્રી નંબર 1093 નો મહત્તમ રાષ્ટ્ર સુરક્ષામાં ઉપયોગ કરી કોઇ શંકાસ્પદ પ્રવૃતી જણાઇ આવ્યે તાત્કાલીક જાણ કરવી. સુરક્ષા એજન્સીઓના આંખ અને કાન બની રાષ્ટ્ર સુરક્ષામાં ભાગીદાર બનવા આહવાન કરવામાં આવ્યું.
સદરહું કામગીરીમાં પીઆઇ કે.આઇ. જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા એએસઆઇ એમ.એમ.ઓડેદરા, હેડ કોન્સ. મહેબુબખાન બેલીમ, સરમણભાઇ સવદાસભાઇ તથા ડ્રા. માલદેભાઇ પરમાર રોકાયેલ હતા.