ડૉ. આંબેડકરને ભારત રત્ન કેવી રીતે મળ્યો???
તત્કાલીન રાષ્ટ્રપતિ R વેન્કટ રમણ પાસેથી ભારતરત્ન  મેળવતા ડૉ આંબેડકરનાં પત્ની સવિતા આંબેડકર

ડૉ. આંબેડકર ભારતીય રાજકારણમાં અવગણવામા આવેલ સૌથી મહાન પ્રતિભા છે, એનોપુરાવો એ છે ડૉ. આંબેડકર ને છેક 1990 માં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો?

પ્રશ્ન :  એમનાં મરણ પછી આટલા વર્ષો સુધી આંબેડકર ને કેમ યાદ ન કરવામા આવ્યા?
જવાબ છે : એક તો એ સમયે લોકો બાબાસાહેબ સુધી પહોચ્યા ન હતા, નાં તો બહોળા પ્રમાણમાં એમના પર સાહિત્ય લખાયુ અને ના તો તત્કાલીન સરકારોએ એ માટે કોઈ રસ લીધો અને અનુસૂચિત જાતિ અને અન્ય વંચિત સમાજોમાં એવી ચેતના પણ ન હતી કે તેઓ વિચારી શકે કે બાબાસાહેબ ને  ભારતરત્ન આપવામાં આવે
બીજું મહત્વનું કારણ મારાં મતે એ છે કે તત્કાલીન સરકાર અને વિપક્ષ આંબેડકરને ભારતરત્ન આપી ને આંબેડકર ને રાજકારણ નાં કેન્દ્રમા લાવવા ઇચ્છતા જ ન હતા, તેઓને તો એ સંતોષ હતો કે આંબેડકર એક વર્ગો પૂરતા જ સીમિત છે અને તેમના મસીહા છે
આંબેડકરને ભારતરત્ન આપ્યા પહેલાં તો ખુદ ઇંદિરાજીએ જીવતાજીવ ભારત રત્ન મેળવી લીધો હતો .
પ્રશ્ન : તો એવું તો શું થયુ કે આંબેડકરને અચાનક જ ભારતરત્ન આપવામાં આવ્યો?
જવાબ છે  : રાજકરણમાં કશુ અકારણ નથી થતુ, તેની પાછળ કોઈનેકોઈ ડ્રાઇવિંગ ફોર્સ હોય છે અને તે વખતે ડ્રાઇવિંગ ફોર્સ હતી બહૂજન પાર્ટીઓ .
હા 80 નાં દાયકા પછી બહુજન ચેતના મોટાપાયે વિકસી, તેનો મુખ્ય શ્રેય માન્યવર કાઁશિરામજીને જાય છે, જેઓએ સાયકલ ચલાવી અને બાબાસાહેબ આંબેડકરને ઘરે ઘરે પહોચાડી દીધા, એમા કોઈ જ સંદેહ નથી કે બહુજન ચેતના ઊભી કરવામા એમનો સિંહફાળો છે
એક બાજુ બહુજન વિચારધારા મજબૂત થઈ રહી હતી, બીજીબાજુ કેન્દ્માં ગઠબંધનવાળી સરકારોનો યુગ શરૂ થયો, આવી જ એક ગઠબંધનવાળી સરકાર દ્વારા વી પી સિંહજીને ભારતના વડાપ્રધાન બનાવવામાં આવ્યા, તેઓ દુરંદેશી ધરાવતા નેતા હતા, તેઓને ખબર હતી કે વિવિધતા ધરાવતા રાષ્ટ્રમાં બધાને સાથે લઈને ચાલવું જ પડશે, વળી એ વખતે મંડલ કમિશનની ભલામણને લાગુ કરાવવા માટે બહુજન લોકો મેદાને ચડ્યા હતા એમને અવગણીને સત્તા ટકાવી રાખવી અશક્ય હતી, આ માટે તેમને સાથે રાખવા  જરૂરી હતા એવામા કાઁશિરામે સરકાર સામે દબાણ ઉભુ કર્યુ હતું તે બે વાતો માટે…
  • એક તો મંડળ કમિશનની ભલામણ લાગુ કરવી
  • બીજું ડૉ આંબેડકરને ભારતરત્ન આપવો
હવે બહુજન ચેતનાને અવગણવી મુશ્કેલ હતી અને આંબેડકરને ભારતરત્ન આપવાથી બહુજન સમાજ ભાવનાત્મક રીતે તેમની સાથે જોડાઇ જાય તો આવતી ચૂંટણીઓમાં એમને લાભ થયા એટલે જ અંતે બાબાસાહેબ આંબેડકર ને 31-3-1991 નાં રોજ ભારતરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
ખેર અહી ભારતરત્ન મહત્વનો નથી, કારણ કે બાબાસાહેબ આંબેડકર જેવી પ્રતિભા સામે એ એવોર્ડ કશુ જ નથી
પરંતુ સવાલ સમાનતાનો છે, ભારતના સંવિધાન નિર્માતાને જ આટલા વર્ષો સુધી અવગણવાની મંશા જ ઘણુંબધું કહી જાય છે, તો સમજાય છે કે ચોક્કસ વિચારધારા વાળી પાર્ટીઓ અસમાનતા અથવા સમાનતા માટે શું કરી શકે એમ છે??
ડૉ આંબેડકરને શત શત નમન

By admin