ગુજરાત વિધાનસભા ગૃહમા ગઇકાલે ફોજદારી કાર્યરીતી સુધારા વિધેયક 2021 દાખલ કરવામાં આવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ આ બિલ પર પોતાના વક્તવ્યો રજૂ કયર્િ હતા અને બહુમતીથી ગૃહમા પસાર કરવામા આવ્યુ હતુ. હવે આ બિલ પસાર થવાના કારણે જાહેરનામા ભંગના કિસ્સાઓમાં પોલીસને એફ આઇ આર નોંધવાનો અધિકાર મળશે.
ગુજરાત સરકાર પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કાર્યરીતિ જુદા જુદા પ્રસંગોએ જાહેર વ્યવસ્થા જાળવવા માટે અથવા કોઈ વ્યક્તિને થતી પણ નુકસાન અથવા લોકોના જાન માલના નુકસાન અથવા,લોકોના જાન, સ્વાસ્થ્ય સલામતી ને તો જોખમ શાંતિનો ભંગ કે હુલ્લડ અથવા બખેડો અટકાવવા માટે કોઈ વ્યક્તિને અમુક કામ ન કરવાનો અથવા અમુક વ્યવસ્થા જાળવવાનો આદેશ આપતા નિષેધાત્મક હુકમો બહાર પાડવાની સત્તા આપવામાં આવેલ છે.
આ નિયંત્રણોનો અમલ કરાવવાના કામમાં રોકાયેલા પોલીસ અધિકારીઓને હુકમોના ઉલ્લંઘનના બનાવવાનો સામનો કરવો પડે છે ઉલ્લંઘન કરનારા ઓ વિરુદ્ધ કાયદેસર ના યોગ્ય પગલા લેવાની જરૂરિયાત રહે છે. તેમ છતાં ફોજદારી કાર્યરીતી ના આવા હુકમ કરનાર જાહેર સેવકો માટે ફરિયાદી બનવાનું ફરજીયાત બને છે. તેનાથી પોલીસ અધિકારીઓ માટે ઉલ્લંઘનની ન્યાયિક નોંધ લેવામાં અવરોધ ઊભો થાય છે.
ફોજદારી કાર્યરીતિ સુધારા અધિનિયમ 2005 થી જાહેરનામા સંબંધમાં હાજર ન થવાની બાબતને શિક્ષાપાત્ર બનાવવામાં આવી હતી આ ગુનો પોલીસ અધિકારીએ નો ગુનો છે તેમ છતાં સંબંધિત જાહેર સેવક ની લેખિત ફરિયાદના આધારે હોય તે સિવાય ગુનાઓની ન્યાય નોંધ લેવામાં હકુમત ધરાવતી કોર્ટે પ્રતિબંધિત કરેલ છે.
પોલીસ અધિકારના ગુનાઓમાં થયા હોવાના સંબંધમાં પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે ફોજદારી કેસ નું રજીસ્ટ્રેશન સરળ બનાવવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 155 જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. બહુમતીથી વિધાનસભાગૃહમાં આ સુધારો કરવામાં આવ્યો હતો. રાજ્યપત્રમાં પ્રસિધ્ધ થયેલ આ કાયદો રાજ્યમાં અમલી બનશે.
પોલીસ દ્વારા જાહેરનામા ભંગ બદલ ચાર્જશીટ
જાહેરનામાં ભંગના કેસોમાં પોલીસ દ્વારા એફ.આઇ.આર. નોંધી કોર્ટમાં જે ચાર્જશીટ કરવામાં આવશે તેના આધારે હવે કોર્ટ ગુનાનું કોગ્નીઝન્શ લઇને ગુણદોષ ઉપર કેસનો નિકાલ કરી શકશે અને જાહેરનામાનો હેતુ ફળીભુત થશે
રાજ્યમાં જાહેર શાંતિ, જાહેર સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની : સામુહિક હિતની રક્ષા કરવા માટે તંત્રને સત્તા આપવી આવશ્યક: જાહેર સેવકને તેની ફરજો બજાવવામાં અવરોધ ઊભો ન થાય તે બાબત પણ જરૂરી,જાહેર શાંતિ જાળવવાના હેતુ માટે તથા કોઇ અવરોધ, ત્રાસ કે હાનિ અટકાવવા માટે જાહેરનામાં પ્રસિધ્ધ કરીને પ્રોહીબીટરી આદેશ આપવા બળ મળશે.