પોરબંદર નગરપાલિકામાં વિજેતા બનેલ મહિલા તબીબનો સન્માન સમારંભ યોજાયો

જનરલ મેડિકલ પ્રેકટીશનર્સ એસોસિએશન દ્વારા આયોજન કરાયું

પોરબંદરમાં જનરલ મેડિકલ પ્રેકટીશનર્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાના સભ્ય પદે વિજય બનેલ મહિલા તબીબનો સન્માન સમારોહ યોજી તેઓને બિરદાવવામાં આવ્યા હતા.પોરબંદરમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી.જેમાં પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં બહુમતીથી ભાજપનો વિજય થયો છે ત્યારે પોરબંદર નગરપાલિકાના સભ્ય પદે ડોક્ટર ચેતનાબેન તિવારીએ પણ જંગી બહુમતીથી જીત હાંસિલ કરી છે. ડોક્ટર ચેતનાબેન તિવારીનો વિજય થતા તેઓને વિવિધ એસોસિએશન દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

વધુ એક વખત જનરલ મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશન દ્વારા ચેતનાબેનનું સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચેતનાબેન તિવારીના સન્માન સમારોહ પ્રસંગે જનરલ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. અને સૌ કોઈએ ચેતનાબેન તિવારીને જીત બદલ શુભેચ્છા પાઠવી ભવિષ્યમાં પણ ઉતરોતર પ્રગતિ કરી રાજકીય અને સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્યો કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.