પોરબંદરમાં ગત ચોમાસામાં પડેલા ભારે વરસાદથી જળ સ્ત્રોત પાણીથી ભરપૂર થઈ જતા આ વર્ષે ખેડૂતોએ ધાણા જીરું, ઘઉં, ચણાનું વાવેતર કર્યું હતું. અને અમુક જગ્યાએ ખેડૂતો એ સૂરજમુખી સહિત તેલીબીયાના પાકનું પણ વાવેતર કર્યું છે. આમ પુષ્કળ પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કરેલ છે.
બરડા પંથકમાં હાલ આ શિયાળુ પાક તૈયાર થઈ જતા ખેડૂતોએ ધાણાજીરું ના પાક ઉપાડવાનું ચાલુ કર્યું છે. જ્યારે એકાદ અઠવાડિયામાં ઘઉંનો પાક પણ તૈયાર થઈ જશે. ઘઉંના પાકના વાઢકાપ માટે પંજાબ માંથી કટર પણ આવવા લાગ્યા છે. જે ટૂંકા સમયમાં ઘઉંના પાકનું કટીંગ કરવામાં સક્ષમ હોય છે.
ઉપરાંત બરડા પંથકમાં આ વર્ષે સૂરજમુખીના પાકનું પણ વાવેતર કરવામાં આવેલ છે જે તેલીબીયા પાક ગણાય છે, તે પણ આઠ કે દસ દિવસમાં પાક ઉપર આવશે. હાલ ખેડૂતો શિયાળુ પાક લણવા માં રાત દિવસ મહેનત કરે છે.
આમ ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદ પડયો હોવાના કારણે હાલ ખેડૂતોએ ધાણા, ચણા, જીરું વગેરે પાકનું વાવેતર કર્યું હોવાથી મબલક પાક ઉત્પાદન થાય એવી પણ આશા સેવી રહ્યા છે.