મોદીના આંદોલનજીવી શબ્દથી કચવાટ

પીએમ મોદીએ સોમવારના રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ થયેલા ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચચર્નિો જવાબ આપતા આંદોલનજીવી શબ્દનો પ્રયોગ કર્યો. પીએમ મોદીના આ શબ્દથી પ્રશાંત ભૂષણથી લઇને કોંગ્રેસ સુધીને મરચાં લાગ્યા છે. એટલું જ નહીં આ શબ્દ ટ્વિટર પર ટ્રેન્ડ પણ કરવા લાગ્યો. પીએમ મોદીએ ગૃહમાં કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં આંદોલનજીવીઓની એક નવી જમાત પેદા થઈ છે જે આંદોલન વગર જીવી નથી શકતી.

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પીએમ મોદીના રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન આંદોલનજીવીવાળા નિવેદનની ટીકા કરી છે. પ્રશાંત ભૂષણે ટ્વીટ કરીને કહ્યું કે, જેઓ કાલ સુધી રહ્યા હતા કે મે મારું રાજકીય કેરિયર આંદોલન કરીને બનાવ્યું છે, તેઓ આજે આપણા ખેડૂતોને નીચા બતાવવા માટે આંદોલનજીવી કહી રહ્યા છે. કોંગ્રેસે પણ ટ્વીટ કરીને પીએમ મોદીના આંદોલનજીવીવાળા નિવેદનનો વિરોધ કર્યો. કોંગ્રેસે લખ્યું છે કે, જે વિચારધારાવાળા લોકોએ આઝાદીના સંઘર્ષમાં પોતાનું યોગદાન નથી આપ્યું, એ લોકોને આંદોલનની કિંમત ક્યારેય નહીં સમજાય.

પીએમ મોદીએ કહ્યું કે, દેશ શ્રમજીવી અને બુદ્ધિજીવી જેવા શબ્દોથી પરિચિત છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ દેશમાં એક નવી જમાત પેદા થઈ છે આંદોલનજીવી.  તેમણે કહ્યું કે, વકીલોનું આંદોલન હોય, અથવા વિદ્યાર્થીઓનું આંદોલન હોય કે પછી મજૂરોનું. આ દરેક જગ્યાએ જોવા મળશે. ક્યારેક પડદા પાછળ, ક્યારેક પડદા આગળ. આ આખી ટોળી છે જે આંદોલન વગર જીવી નથી શકતી. આપણે આવા લોકોને ઓળખવા પડશે. તેઓ દરેક જગ્યાએ પહોંચીને વૈચારિક મજબૂતી આપે છે અને રસ્તાથી ભટકાવે છે. તેઓ પોતાના આંદોલન ઉભા નથી કરી શકતા અને કોઈ કરે છે તો ત્યાં જઇને બેસી જાય છે. આ તમામ આંદોલનજીવી પરજીવી હોય છે.

તેમણે કહ્યું કે, અમે આંદોલનથી જોડાયેલા લોકોને પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવું તમારો હક છે, પરંતુ વૃદ્ધો પણ ત્યાં બેઠા છે, તેમને લઇ જાઓ, આંદોલન ખત્મ કરો. આગળ બેસીને-મળીને ચચર્િ કરીશું, તમામ રસ્તાઓ ખુલ્લા છે. આ બધું અમે કહ્યું છે અને આજે પણ આ સદનના માધ્યમથી આમંત્રણ આપું છું. તેમણે કહ્યું કે, આ ખેતીને ખુશહાલ બનાવવા માટે નિર્ણય લેવાનો સમય છે અને આ સમયને આપણે ના ગુમાવવો જોઇએ. આપણે આગળ વધવું જોઇએ, દેશને પાછળ ના જવા દેવો જોઇએ.