ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ : બે-તરફી વધઘટે સેન્સેક્સ 106 પોઈન્ટ ઘટીને 80004

ડોનાલ્ડ ટ્રમ્પની ફરી આકરાં ટેરિફની ચીમકીએ સેન્ટીમેન્ટ ડહોળાયું.

અમેરિકી નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે એ પૂર્વે ફરી આકરાં ટેરિફની વિશ્વને ચેતવણી આપતાં આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીના નવા વેપારથી દૂર રહી આજે સાંકડી વધઘટના અંતે નરમાઈ લાવી હતી. ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો સાથે પસંદગીના એફએમસીજી, મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી કર્યા સામે ઓટોમોબાઈલ શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં અને હેલ્થકેર, ઓઈલ-ગેસ, પાવર શેરોમાં વેચવાલી કરતાં બજારમાં નિરસતા છવાઈ હતી. બે-તરફીમાં સેન્સેક્સ ૮૦૪૮૩થી ૭૯૭૯૮ વચ્ચે અથડાઈ અંતે ૧૦૫.૭૯ પોઈન્ટ ઘટીને ૮૦૦૦૪.૦૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૪૩૪૪થી ૨૪૧૨૫ વચ્ચે અથડાઈ અંતે ૨૭.૪૦ પોઈન્ટ ઘટીને ૨૪૧૯૪.૫૦ બંધ રહ્યો હતો. અલબત સ્મોલ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયું હતું.

બજાજ ઓટો રૂ.૨૮૭ ગબડી રૂ.૯૧૩૯ : કમિન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સમાં પ્રોફિટ બુકિંગ.ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ ફરી મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૭૩.૨૯ પોઈન્ટ ઘટીને ૫૨૯૨૧.૨૧ બંધ રહ્યો હતો. બજાજ ઓટો રૂ.૨૮૬.૭૦ ઘટીને રૂ.૯૧૩૯.૫૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૭.૧૦ ઘટીને રૂ.૩૪૬૭, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૬.૯૫ ઘટીને રૂ.૨૯૮૭.૮૫, ટાટા મોટર્સ રૂ.૧૩.૫૫ ઘટીને રૂ.૭૮૩.૨૫, આઈશર મોટર્સ રૂ.૬૬.૬૫ ઘટીને રૂ.૪૯૩૫, ટીવીએસ મોટર રૂ.૩૨ ઘટીને રૂ.૨૪૨૫.૫૦, મારૂતી સુઝુકી રૂ.૯૬.૭૦ ઘટીને રૂ.૧૦,૯૩૦, હીરો મોટોકોર્પ રૂ.૨૪ ઘટીને રૂ.૪૮૩૬.૯૦ રહ્યા હતા. 

હેલ્થકેર શેરોમાં ફંડો વેચવાલ : પોલી મેડિક્યોર રૂ.૨૨૮ તૂટી રૂ.૨૭૭૫ : ફોર્ટિસ હેલ્થ, લુપીન ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. પોલી મેડિક્યોર રૂ.૨૨૭.૭૦ તૂટીને રૂ.૨૭૭૫, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૩૬.૧૫ ઘટીને રૂ.૬૬૪.૬૦, લુપીન રૂ.૭૧.૬૫ ઘટીને રૂ.૨૦૩૫.૬૫, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક રૂ.૩૦.૮૫ ઘટીને રૂ.૯૯૨.૮૫, ગ્લેન્ડ ફાર્મા રૂ.૩૮.૧૦ ઘટીને રૂ.૧૭૩૮, સિક્વેન્ટ સાયન્ટિફિક રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૯૭.૦૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૫૬.૦૮ પોઈન્ટ ઘટીને ૪૩૧૨૮.૮૧ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં તેજીનો ચમકારો : જિન્દાલ સ્ટેનલેસ, જિન્દાલ સ્ટીલ, એપીએલ અપોલો વધ્યા

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આકરાં ટેરિફની ચેતવણી ઉચ્ચારતા અને ચાઈના માટે સંભવિત આ ટેરિફના સંકેત વચ્ચે ભારતીય સ્ટીલ, મેટલ કંપનીઓના શેરોમાં તેજીનો ચમકારો આવ્યો હતો. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૪.૭૦ વધીને રૂ.૬૮૮.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૫.૭૫ વધીને રૂ.૮૯૧.૯૫, સેઈલ રૂ.૧.૮૫ વધીને રૂ.૧૧૫.૯૫, એપીએલ અપોલો રૂ.૨૩.૧૫ વધીને રૂ.૧૪૮૧.૬૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૦.૫૫ વધીને રૂ.૯૬૩.૯૦, વેદાન્તા રૂ.૪.૪૦ વધીને રૂ.૪૪૮.૫૫, હિન્દાલ્કો રૂ.૬.૦૫ વધીને રૂ.૬૬૫.૮૦ રહ્યા હતા.

સુગર શેરોમાં તેજી : શ્રી રેણુકા સુગર, બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન, ઉત્તમ સુગર, દાલમિયા વધ્યા

સુગર-એફએમસીજી શેરોમાં આજે ફંડોની ફરી વ્યાપક ખરીદી થઈ હતી. ખાસ સુગર શેરોમાં ફંડોએ તેજી કરી હતી. શ્રી રેણુકા સુગર રૂ.૨.૪૭ ઉછળી રૂ.૪૨.૪૪, બલરામપુર ચીની રૂ.૨૯.૮૦ વધીને રૂ.૫૬૫.૮૦, બજાજ હિન્દુસ્તાન રૂ.૧.૨૯ વધીને રૂ.૩૨.૪૫, ઉત્તમ સુગર રૂ.૯.૭૫ વધીને રૂ.૨૯૧.૮૦, દાલમિયા સુગર રૂ.૧૪.૦૫ વધીને રૂ.૪૨૪.૮૫, અવધ સુગર રૂ.૧૮.૪૫ વધીને રૂ.૬૦૨.૧૫, ત્રિવેણી એન્જિનિયરીંગ એન્ડ સુગર રૂ.૧૧.૦૫ વધીને રૂ.૩૯૩.૪૫ રહ્યા હતા. જ્યારે એડીએફ ફૂડ્સ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૩૨૩.૫૫, કેએસસીએલ રૂ.૪૫.૮૫ વધીને રૂ.૮૮૭.૩૦, એટીએફએલ રૂ.૩૫.૩૦ વધીને રૂ.૮૮૫.૯૫ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૪૮૦ પોઈન્ટ ઉછળ્યો : રામકો સિસ્ટમ, ઈન્ફોસીસ, સોનાટા, ક્વિક હિલ ઉંચકાયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે ફરી મોટી ખરીદી કરતાં અનેક શેરોના ભાવો વધ્યા હતા. રામકો સિસ્ટમ રૂ.૩૪.૨૦ ઉછળી રૂ.૪૨૮.૯૦, સોનાટા રૂ.૪૩.૧૦ વધીને રૂ.૫૯૪.૬૫, ડાયનાકોન્સ સિસ્ટમ રૂ.૭૮.૨૫ વધીને રૂ.૧૩૬૭.૫૦, સિગ્નિટી ટેકનોલોજી રૂ.૮૯.૧૫ વધીને રૂ.૧૬૨૭.૬૫, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૨૨.૬૫ વધીને રૂ.૬૦૧.૪૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૯.૬૫ વધીને રૂ.૫૫૯.૭૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૨.૯૫ વધીને રૂ.૭૪૮.૯૫, ઈન્ફોસીસ રૂ.૩૨.૭૦ વધીને રૂ.૧૯૨૧.૮૫, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૦૧.૪૦ વધીને રૂ.૬૨૧૭, ટીસીએસ રૂ.૩૪.૧૫ વધીને રૂ.૪૩૫૧.૮૫, વિપ્રો રૂ.૬.૩૦ વધીને રૂ.૫૮૯.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૮૦.૩૪ પોઈન્ટ વધીને ૪૩૬૧૧.૪૮ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ શેરોમાં ફંડોની તેજી જળવાતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ : ૨૨૨૪ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ અંતે નરમાઈ સામે સ્મોલ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાં પસંદગીની ખરીદી જળવાતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૨૪ અને ઘટનારની સંખ્યા ૧૭૦૫  રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩૩૩.૯૪ પોઈન્ટ વધીને ૫૩૯૨૩.૨૪ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૪૬.૯૨ પોઈન્ટ વધીને ૪૫૮૦૦.૪૭ બંધ રહ્યો હતો.

ટીટીએમએલ ૧૭ ટકા ઉછળ્યો : ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ, સીજીસીએલ, પિરામલ એન્ટર. વધ્યા

એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં ટીટીએમએલ રૂ.૧૨.૦૯ એટલે કે ૧૭.૫૦ ટકા ઉછળીને રૂ.૮૧.૧૭, ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ રૂ.૯૯.૪૦ વધીને રૂ.૧૫૪૧.૧૦, સીજીસીએલ રૂ.૧૭.૧૫ વધીને રૂ.૨૧૧.૮૦, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૯.૫૫ વધીને રૂ.૧૧૯૭.૩૫, આઈડીયા વોડાફોન ૫૫ પૈસા વધીને રૂ.૭.૫૩, માર્કસન્સ રૂ.૨૧.૮૦ વધીને રૂ.૩૩૭.૫૦, સેંડુર મેંગેનીઝ રૂ.૨૮.૧૦ વધીને રૂ.૪૭૮.૧૦, થીરૂમલા કેમિકલ રૂ.૨૨.૨૫ વધીને રૂ.૩૪૪, પાવર ઈન્ડિયા રૂ.૬૬૨.૬૦ વધીને રૂ.૧૨,૩૨૭.૪૫ રહ્યા હતા.  

FPIs/FIIની કેશમાં રૂ.૧૧૫૭ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની શેરોમાં રૂ.૧૯૧૧ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  મંગળવારે કેશમાં શેરોમાં રૂ.૧૧૫૭.૭૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૯૭૧.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૮૧૩.૪૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૯૧૦.૮૬કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૪૦૬.૧૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૩૧૭.૦૧ કરોડની વેચવાલી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *