ત્રીજા ક્વાર્ટરમાં ચીનમાંથી 8 અબજ ડોલરનું FDI પાછું ખેંચાઇ ગયું

ચીને અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે અબજો ડોલરના આર્થિક પેકેજની જાહેરાત કરી છે, પરંતુ તેની કોઈ ખાસ અસર હાલના તબક્કે નથી જોવા મળી રહી. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન વિદેશી રોકાણકારોએ ચીનમાંથી ૮.૧ બિલિયન ડોલર પાછા ખેંચ્યા છે તેમ સરકારી આંકડામાંથી જાણવા મળ્યું છે.ચીનમાંથી વિદેશી રોકાણ પરત ખેંચનાર ટોચની કંપનીઓમાં ઓટોમેકર્સ નિસાન મોટર, ફોક્સવેગન એજી, કોનિકા મિનોલ્ટા ઇન્ક., નિપ્પોન સ્ટીલ કોર્પે ચીનના સંયુક્ત સાહસમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પે દેશની હાર્ડવેર રિસર્ચ લેબને બંધ કરી જેના કારણે લગભગ ૧૦૦૦ કર્મચારીઓને અસર થઈ હતી.વર્ષ ૨૦૨૩માં કુલ ૧૨.૮ અબજ ડોલરનો ઉપાડ કરવામાં આવ્યો છે, જે ૧૯૯૮ પછીની સૌથી મોટી રકમ છે. જો આ વલણ ચાલુ રહેશે તો ચીન ૧૯૯૦ પછી પ્રથમ વખત પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલેકે એફડીઆઈનો વાર્ષિક નેટ આઉટફ્લો જોઈ શકે છે. ૩૦ વર્ષમાં પ્રથમ વખત છે જ્યારે વિદેશી રોકાણકારો ચીનમાંથી સતત તેમના નાણાં ખેંચી રહ્યા છે.

ચીનની અર્થવ્યવસ્થા હાલમાં ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછીની સૌથી મોટી મંદીનો સામનો કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે પુન:ચૂંટાઇ આવવું ચીન માટે વધુ સંકટ પેદા કરી શકે છે.ટ્રમ્પે ચૂંટણી ભાષણોમાં ચાઈનીઝ વસ્તુઓ પર ૬૦ ટકા સુધીની આયાત જકાત લાદવાનું વચન આપ્યું હતું, જે વધુ એક અમેરિકા-ચીન ટ્રેડવોરના સંકેત છે. દેશનો ડેટ-ટુ-જીડીપી રેશિયો પ્રથમ ક્વાર્ટરમાં ૩૬૬ ટકા પર પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે દેશના જીડીપીના એક યુનિટ માટે ૩.૬૬ યુનિટ દેવું છે.ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ચીનની અર્થવ્યવસ્થા માટેનું અનુમાન પહેલાથી જ ડાઉનગ્રેડ કરી દીધું છે. ચીનની અર્થવ્યવસ્થા આ વર્ષે ૪.૮ ટકા જ વધવાનો અંદાજ છે, જ્યારે સરકારનો લક્ષ્યાંક ૫ ટકા છે. નિષ્ણાતોના મતે ચીનની અર્થવ્યવસ્થા પણ ૧૯૯૦ના દાયકાના જાપાનની જેમ સ્થિર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *