નાણાકીય સેવા ક્ષેત્રમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો ઝડપી વિકાસ

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ નાણાકીય સેવા ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતો ઉદ્યોગ બની રહેશે કારણ કે તેણે છેલ્લા ૧૦-૧૫ વર્ષોમાં રોકાણકારોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરીને પોતાની જાતને સ્થાપિત કરી છે.   ભારતમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ)નું ચલણ વધી રહ્યું છે.  જે નવી પેઢીની આર્થિક આદતોનું પ્રતિક છે તેમ ફંડ ઉદ્યોગના જાણકારોએ કહ્યું હતું. આજકાલ ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો તેમના પ્રથમ પગારથી જ સિપ અથવા શેરબજારમાં નાનું મોટું રોકાણ કરે છે. હવે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં  વિવિધતામાં પણ વધારો થયો છે.  હાલમાં ૪૫ મ્યુચ્યુઅલ ફંડ કાર્યરત છે, ૨૦ વધુ લાયસન્સ માટે રાહ જોઈ રહ્યા છે. જો ફંડ હાઉસ ગુણવત્તાયુક્ત યોજનાઓ અને મજબૂત ડિજિટલ હાજરી ધરાવે છે, તો તે બેંકના સમર્થન વિના પણ વિકાસ કરી શકે છે કારણ કે ગ્રાહકોની ખરીદી શક્તિ વધી છે.   ઇક્વિટીમાં ઘરગથ્થુ બચતનો હિસ્સો હજુ પણ ઘણો નાનો છે.  

સાયબર સુરક્ષા હવે અસ્તિત્વનો પડકાર 

સાયબર સિક્યોરિટી એ હવે બિલાડી અને ઉંદરની રમત બની ગઈ છે જેમાં ગ્રાહકો અજાણતામાં છેતરપિંડી કરનારાઓને તેમની ઓળખ છતી કરે છે. આ સૌથી મોટું જોખમ  છે.  સાયબર સુરક્ષા હવે માત્ર નિયમનકારી જરૂરિયાતને બદલે અસ્તિત્વનો પડકાર બની ગઈ છે.  સાયબર હુમલાઓ માત્ર નાણાકીય સ્વાસ્થ્યને જ અસર કરતા નથી પરંતુ નાણાં સસ્થાઓની પ્રતિાને પણ બગાડે છે.  જો કોઈ ગ્રાહક સાથે ક્યારેય છેતરપિંડી થાય છે, તો તેના પર દોષારોપણ કરવાને બદલે, ગ્રાહકને મદદ કરવી જોઈએ જેથી તેનો સિસ્ટમમાંથી વિશ્વાસ તૂટી ન જાય.  ડિજિટલાઇઝેશનના વ્યાપક ફેલાવાના કારણે સાયબર હુમલાઓ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *