અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ છે. મોટાભાગના પાલિકાઓની તિજોરી ખાલીખમ થઇ છે. રાજ્યમાં નગરપાલિકાઓની એવી દશા છેકે, વીજ બિલ ભરવાના પણ ફાંફા છે. 57 નગરપાલિકાએ રૂ.311 કરોડ વીજ બિલ ભર્યુ નથી. જો સમયસર વીજ બિલ નહી ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ બંધ થઇ જાય તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. આ પરથી ગુજરાતના ફુલગુલાબી વિકાસનો પરપોટો ફૂટ્યો છે.
છેલ્લાં ઘણા વખતથી નગરપાલિકાઓ આર્થિક પરિસ્થિતી ડામાડોળ બની છે કેમકે, વેરાની આવક ઘટી છે. પાણી સહિત વિવિધ વેરો વસૂલવામાં પાલિકાનું તંત્ર કડકાઇ દાખવતુ નથી તેનું કારણ એ છેકે, ચૂંટાયેલી પાંખના જનપ્રતિનીધી વેરા માટે પઠાણી ઉઘરાણી કરતાં રોકે છે. આ જોતાં પાલિકા માટે આવકનું કોઇ સ્ત્રોત નથી. મહત્વની વાત એકે, વેરાની રકમ વધારવા માટે પણ સૂચન કરાયુ છે પણ ચૂંટણીઓને પગલે આ વાત સરકાર ખુદ અમલ કરવાના મતમાં નથી.
આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વીજ બિલ માફ છે જયારે પાલિકાએ વીજ બિલ ભરવુ પડે છે. અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં મોટાભાગના નગરપાલિકાઓના લાખો કરોડો રૂપિયા વીજ બિલ બાકી છે. વીજ બિલના નાંણા લાવવા ક્યાંથી છે એ સવાલ ઉઠ્યો છે.
ભૂજ, માંડવી, પોરબંદર,હળવદ, કુતિયાણા, પેટલાદ, પાદરા, લિંબડી, બાવળા, બારેજા, નડિયાદ, રાધનપુર,ડીસા, દહેગામ, વડાલી, સિઘ્ધપુર, હારીજ, પાલનપુર, કલોલ, માણાવદર, સૂત્રાપાડા, બાબરા,, મોરબી, ડભોઇ સહિત અન્ય નગરપાલિકા વીજ બિલ ભરવા નાણાંકીય રીતે સમક્ષ નથી.
વીજ બિલ ભરવા અસક્ષમ નગરપાલિકાઓની એવી દશા થઇ છેકે, આ નગરપાલિકાઓએ હવે સરકારમાં દરખાસ્ત રજૂ કરીને 4 ટકા વ્યાજે લોન લેવી પડશે. વ્યાજે લોન લઇને વીજ બિલ ભરવુ પડે તેવી સ્થિતી સર્જાઇ છે. વીજકંપનીનું કહેવુ છેકે, જો સમયસર વીજ બિલ ભવામાં નહી આવે તો સ્ટ્રીટલાઇટ બંધ થઇ જતાં ગુજરાતનાં કેટલાંય શહેરોમાં અંધકાર છવાઇ જશે.
નગરપાલિકાનું બાકી વીજ બિલ