ગ્રામીણ લોકકથાની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ હશે. સારા અને સિદ્ધાર્થ પહેલીવાર સાથે દેખાશે, આવતાં વર્ષથી શૂટિંગ શરુ થશે.
સારા અલી ખાને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એક ફિલ્મ સાઇન કરી છે. આ જોડી રૃપેરી પડદે પ્રથમ વખત સાથે જોવા મળવાના છે. આ ફિલ્મનું દિગ્દર્શન ‘પંચાયત’ વેબ સીરિઝના દિગ્દર્શક દીપક મિશ્રાનું હશે.આ ફિલ્મ એક ગ્રામીણ લોક કથાની પુષ્ઠભૂમિ પર આધારિત હશે. સિદ્ધાર્થે ગ્રામીણ બેકગ્રાઉન્ડ પરની કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. ફિલ્મના સબ્જેક્ટ વિશે પણ વધુ માહિતી અપાઈ નથી. પરંતુ, સિદ્ધાર્થ હાલમાં રોમાન્ટિક ફિલ્મો જ સાઈન કરી રહ્યો છે તે પરથી આ ફિલ્મ પણ રોમાન્ટિક કથાવસ્તુ ધરાવતી હોય તેવી સંભાવના વધારે છે. આ ફિલ્મનું નિર્માણ ૨૦૨૫માં શરૃ થવાની શક્યતા છે. સારા અને સિદ્ધાર્થ પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે દેખાવાનાં છે.