ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે કરી હતી ધુંઆધાર બેટિંગ

Matthew Wade International Cricket Retirement: ઓસ્ટ્રેલિયાના સફળ અને સન્માનિત ખેલાડીઓ પૈકીના એક મેથ્યૂ વેડે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. હવે તે પોતાના કોચિંગ કરિયરની શરૂઆત કરશે. વેડે ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ મેચ, 97 વનડે અને 92 ટી20 મેચ રમે. તેની અંતિમ ઈન્ટરનેશનલ મેચ આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં હતી. તેણે 2021 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 

પાકિસ્તાન સામે કરી હતી ધુંઆધાર બેટિંગ 

વેડે પોતાના 13 વર્ષના કરિયરમાં ઘણી ઓસ્ટ્રેલિયન જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી. ખાસ કરીને 2021 આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં તેણે પાકિસ્તાન વિરુદ્ધ સેમિફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 41 રનની ઈનિંગ રમીને બાબર આઝમની ટીમને હરાવી દીધી હતી. એક સમયે લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ સરળતાથી મેચ જીતી જશે, પરંતુ વેડે ક્રીજ પર આવતાં જ રોમાંચક માહોલ કરી દીધો. તેણે 17 બોલ પર 41 રન બનાવ્યા હતા. આ દરમિયાન 2 ચોગ્ગા અને 4 સિક્સર મારીને તેણે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા હતા.

પાકિસ્તાન વિરુદ્ધ કોચિંગ કરશે

વેડ આગામી પાકિસ્તાન વિરુદ્ધ ટી20 સિરીઝ માટે આંદ્રે બોરોવિકના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન કોચિંગ સ્ટાફમાં સામેલ થશે અને આગામી અઠવાડિયે મેલબોર્નમાં શરૂ થનારી વનડે સિરીઝ માટે પણ રહેશે. કોચિંગની શરૂઆત છતાં તે તસ્માનિયા અને હોબાર્ટ હરિકેન્સની સાથે બિગ બેશ લીગમાં ઘરેલૂ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. વેડે કહ્યું, ‘મને સંપૂર્ણ રીતે ખબર હતી કે મારો આંતરરાષ્ટ્રીય દિવસ કદાચ ગત ટી20 વર્લ્ડ કપના અંતમાં ખતમ થઈ જશે. મારો આંતરરાષ્ટ્રીય સંન્યાસ અને કોચિંગ વિશે ગત છ મહિનાથી જ્યોર્જ બેઈલી અને એન્ડ્રુ મેકડોનાલ્ડની સાથે સતત વાતચીત ચાલી રહી હતી.

ફ્રેંચાઈઝી લીગ રમવાનું ચાલુ રાખીશ’

વેડે કહ્યું, ‘કોચિંગ છેલ્લા ઘણા વર્ષોથી મારા ધ્યાનમાં છે અને સૌભાગ્યથી મારી પાસે અમુક સારી તક આવી છે, જેના માટે હું ખૂબ આભારી અને ઉત્સાહિત છું. હું ઉનાળામાં બીબીએલ અને અન્ય ફ્રેંચાઈઝી લીગ રમવાનું ચાલુ રાખીશ. હું પોતાના તમામ ઓસ્ટ્રેલિયન ટીમના સાથીઓ, સ્ટાફ અને કોચનો આભાર માનવા ઈચ્છું છું. મે સફરનો આનંદ લીધો. હું મારા પરિવાર, માતા-પિતા અને બહેનોનો પણ આભાર માનું છું જેમણે મને રમત અને ટ્રેનિંગ માટે વર્ષો સુધી સમય આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *