RBIનો ક્રોસ બોર્ડર રેમિટન્સનો ખર્ચ અને સમય ઘટાડવા પર ભાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેમિટન્સનો સમય અને ખર્ચ ઘટાડવાની હિમાયત કરી હતી, જે ભારત સહિત વિવિધ વિકાસશીલ અર્થતંત્રો માટે મહત્વપૂર્ણ છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન  ફોર માઈગ્રેશન દ્વારા બહાર પાડવામાં આવેલ વર્લ્ડ માઈગ્રેશન રિપોર્ટ ૨૦૨૪ અનુસાર, ગયા વર્ષે ભારતનું રેમિટન્સ અન્ય તમામ દેશોને વટાવીને ૧૧૧ બિલિયન ડોલર થઈ ગયું છે.બેન્ક ઓફ ઈંગ્લેન્ડના અંદાજ મુજબ, વૈશ્વિક ક્રોસ બોર્ડર પેમેન્ટનું મૂલ્ય ૨૦૨૭ સુધીમાં ૨૫૦ ટ્રિલિયન ડોલરને વટાવી જવાની ધારણા છે. તેમણે જણાવ્યું હતું કે સરહદ પારના કામદારો દ્વારા રેમિટન્સનું નોંધપાત્ર પ્રમાણ, કુલ મૂડી પ્રવાહનું વધતું કદ અને ક્રોસ બોર્ડર ઈ-કોમર્સનું વધતું મહત્વ આ વૃદ્ધિ માટે ઉત્પ્રેરક છે.ભારત સહિત ઘણી ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ માટે રેમિટન્સ એ ક્રોસ-બોર્ડર પીઅર-ટુ-પીઅર ચુકવણીની શક્યતાઓ શોધવાનો પ્રારંભિક બિંદુ છે. આવા રેમિટન્સના ખર્ચ અને સમયને નોંધપાત્ર રીતે ઘટાડવાની અપાર સંભાવના છે.

વધુમાં, ડોલર, યુરો અને પાઉન્ડ જેવી મોટી ટ્રેડેડ કરન્સીમાં ટ્રાન્ઝેક્શન સેટલ કરવા માટે રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ વિસ્તારવાની શક્યતા દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય વ્યવસ્થા દ્વારા શોધી શકાય છે.દાસે જણાવ્યું હતું કે ભારત અને કેટલીક અન્ય અર્થવ્યવસ્થાઓએ દ્વિપક્ષીય અને બહુપક્ષીય બંને રીતે ક્રોસ બોર્ડર ઝડપી પેમેન્ટ સિસ્ટમ્સ સાથે કનેક્ટિવિટી વિસ્તારવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આમાં ‘પ્રોજેક્ટ નેક્સસ’નો પણ સમાવેશ થાય છે, જે ચાર આશીયાન દેશો (મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર અને થાઇલેન્ડ) અને ભારતની સ્થાનિક ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ્સને ઇન્ટરકનેક્ટ કરીને ત્વરિત ક્રોસ- બોર્ડર રિટેલ ચુકવણીને સક્ષમ કરવા માટે એક બહુપક્ષીય પહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *