સત્ય, ધર્મ અને કર્મના પર્વ દશેરા પર આ ભૂલો ના કરતાં, જાણો જ્યોતિષીઓ શું કહે છે

દર વર્ષે દશેરાનો તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે એટલે કે આજે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. આ જ દિવસે અસત્ય પર સત્યની જીત થઈ હતી. ભગવાન રામે આ જ દિવસે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. તેમજ આ જ દિવસે મા દુર્ગાએ પણ મહિષાસુરનો વધ કર્યો હતો. 

ભૂલથી પણ આ કામ ન કરવા

ધાર્મિક ગ્રંથોમાં આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દસ દિશાઓ ખુલે છે, જેનાથી શુભ ફળ મળે છે. શાસ્ત્રોમાં દશેરાના દિવસે અમુક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવી છે, નહીં તો તમારે જીવનમાં અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. એવામાં જાણીએ કે દશેરાના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ.

કોઈનું અપમાન ન કરવું

દશેરા એ સત્ય, ધર્મ અને કર્મનો તહેવાર છે. આ દિવસે કોઈ મહિલા કે વડીલનું અપમાન ન કરો. આવું કરવાથી દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે. 

કોઈ વિષે ખરાબ ન બોલવું

દશેરા એ અસત્ય પર સત્યની જીતનો દિવસ છે. આવી સ્થિતિમાં દશેરાના દિવસે ભૂલથી પણ કોઈ વિષે ખરાબ ન બોલવું જોઈએ 

વૃક્ષો ન કાપવા

વૃક્ષો અને છોડ સારા પર્યાવરણ તેમજ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં દશેરાના દિવસે વૃક્ષો કાપવા અશુભ માનવામાં આવે છે. વૃક્ષો અને છોડ કાપશો નહીં.

ખોટું ન બોલવું

દશેરા એ અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે. તેથી, દશેરાના દિવસે જૂઠું બોલવાનું કે અસત્યનું સમર્થન કરવાનું ટાળો. કોઈપણ પ્રકારની ખોટી વાતોમાં ન પડવાનો પ્રયાસ કરો.

કોઈ જીવ કે પ્રાણીને નુકસાન ન પહોંચાડવું 

દશેરાના દિવસે કોઈ જીવ કે પ્રાણીને નુકસાન ન કરો, આવું કરવું તમારા માટે મોંઘું સાબિત થઈ શકે છે અને તમારું નસીબ દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *