સંજય લીલા ભણશાળી ફિલ્મ પ્રોડયૂસ કરશે. મ્યુઝિકલ રોમાન્ટિક ફિલ્મમાં અનેક ગીતો હશે,  ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં થશે.

સંજય લીલા ભણશાળીના પ્રોડક્શન હેઠળની ફિલ્મ ‘તુમ હી હો’માં  સિદ્ધાંત ચતુર્વેદી મૃણાલ ઠાકુરનો હિરો બનશે. આ ફિલ્મ એક રોમાન્ટિક મ્યુઝિકલ ડ્રામા હશે અને તેમાં ૯૦ના દાયકાની ફિલ્મો જેમ અનેક ગીતો હશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં થવાનું છે. સિદ્ધાંત અને મૃણાલ ટૂંક સમયમાં જ ફિલ્મના શૂટિંગ શિડયૂલમાં જોડાશે. ફિલ્મનું ડાયરેક્શન રવિ ઉદયાવર કરી રહ્યા છે. ફિલ્મની અન્ય કાસ્ટની વિગતો હજુ જાહેર કરાઈ નથી. આ ફિલ્મ છેલ્લાં એક વર્ષથી પ્રિ પ્રોડ્કશનમાં હોવાનું કહેવાય છે. દરમિયાન, સંજય લીલા ભણશાળી ખુદ હાલ ‘લવ એન્ડ વોર’ ફિલ્મ બનાવવામાં વ્યસ્ત છે. આ  ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સહિતના કલાકારો છે. જૂની ક્લાસિક ફિલ્મ ‘સંગમ’ની આ રીમેક હોવાનું કહેવાય છે.