અરે…તમે સભ્યતા શીખો.સ્ત્રી-ટુનું ભલે સોંગ વાયરલ થયું પરંતુ, નવું લૂક સોશિયલ મીડિયાને નાપસંદ.
બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગ્લેમર ક્વીન તમન્ના ભાટિયા ગજબનું ફેન ફોલોવિંગ ધરાવે છે. પરંતુ, તાજેતરમાં તેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ તેને ટ્રોલિંગનો સામનો કરવો પડયો હતો. ગત મહિને તમન્ના ભાટિયાએ રાધા બનીને ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અલગ-અલગ લૂકમાં રાધા બનેલી તમન્નાની તસવીરોએ ઈંન્ટરનેટ પર સનસની મચાવી દીધી હતી. કોઈ લૂકમાં જંગલની વચ્ચે ફોટો તો કોઈ લૂક માટે ફૂલનો મૂકુટ અને હાથમાં મોર પંખ, તેની તસવીરો થોડી જ ક્ષણોમાં વાયરલ થઈ ગઈ હતી. આ વચ્ચે અનેક લોકોએ તેની તસવીરો પસંદ કરી હતી. બીજી તરફ, તે ટ્રોલિંગનો શિકાર થઈ હતી. એક યુઝરે લખ્યું કે, ‘બકવાસ બંધ કરો..’જ્યારે, અન્ય એક વ્યકિતએ લખ્યું કે, ‘પ્લીઝ મેમ, રાધાજીનું સન્માન કરો..’ એક યુઝરે તેને કહ્યું કે, ‘તમન્ના તમે રાધારાની જેવા લાગતા નથી. રાધા રાણીનું કેરેક્ટર નિભાવતા પહેલા સભ્યતા શીખવાની જરૂર છે.’