યુવરાજની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવશે. ફિલ્મમાં યુવરાજસિંઘનો રોલ કોણ ભજવશે તે હજુ નક્કી કરાયું નથી.
ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની બાયોપિકમાં તેની ગર્લફ્રેન્ડનું પાત્ર ફાતિમા સના શેખ ભજવશે તેવી ચર્ચા છે. નિર્માતા સાથે ફાતિમાની વાતચીત ચાલી રહી છે. જોક ફિલ્મની ટીમ કે ફાતિમાએ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે ઘોષણા કરી નથી. ફિલ્મમાં યુવરાજ સિંહનો રોલ કોણ ભજવશે તેના વિશે હજી સુધી નિર્ણય લેવાયો નથી. ટી સીરિઝના ભૂષણ કુમાર આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું દિગ્દર્શન રવિ ભાગચંદકા કરવાના છે. ફાતિમા સના શેખ આ પહેલાં આમિર ખાનની ‘દંગલ’માં કામ કરી ચૂકી છે. જો તે યુવરાજ સિંઘની બાયોપિકમાં કામ કરશે તો તેની સ્પોર્ટસ આધારિત આ બીજી ફિલ્મ હશે. જોકે, આ ફિલ્મની જાહેરાતથી ટ્રેડ વર્તુળોને નવાઈ લાગી છે કારણ કે છેલ્લાં બે વર્ષમાં સ્પોર્ટસ કેન્દ્રિત એક પણ ફિલ્મ ટિકિટબારી પર ચાલી નથી.