ઐશ્વર્યા રાય એક ઇવેન્ટમાં પુત્રી આરાધ્યા સાથે વેડિંગ રીંગ પહેર્યા વગરની જોવા મળી

 આ પરથી અભિષેક બચ્ચન સાથે છૂટાછેડાને સમર્થન આપ્યાની અટકળ.

ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી ત્યારે તેના હાથમાં વેડિંગ રીંગ જોવા મળી નહોતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ પરથી લોકો અનુમાન લગાડી રહ્યા છે કે, ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે છૂટાછેડાને સમર્થન આપ્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન હાલ પોતાના સંબંધોને લઇને ચર્ચામાં છે. લાંબા સમયથી બન્નેના સંબંધમાં તિરાડ પડેલી જોવા મળી રહી છે.  ખાસ તો અંબાણી પરિવારના લગ્નમાં બન્ને અલગ-અલગ જોવા મળ્યા એ પછી બન્નેએ છૂટાછેડા લીધા હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. તેવામાં તે એક ઇવેન્ટમાં આરાધ્યા સાથે જોવા મળી હતી ત્યારે તેની આંગળીમાં હંમેસાની માફક દેખાતી લગ્નની વીંટી ગાયબ થઇ ગયેલી જોવા મળી. 

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો માની રહ્યા છે કે, ઐશ્વર્યાએ આડકતરી રીતે અભિષેક બચ્ચન સાથે છૂટાછેડા થઇ ગયાને સમર્થન આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, તોડા દિવસો પહેલા અભિષેક બચ્ચન હાથમાં સગાઇની વીંટી પહેર્યા વગરનો જોવા મળ્યો હતો. ત્યારે પણ તેમના છૂટાછેડાની ચર્ચાએ વેગ પકડયો હતો. ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન ૨૦૦૭માં થયા છે અત્યારે ૧૭ વરસ પછી તેમના અલગ થવાની ચર્ચાથી તેમના પ્રશંસકો નિરાશ થઇ ગયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *