હૃતિક રોશન રહેતો હતો તે ફલેટ હવે શ્રદ્ધા કપૂર ભાડે લેશે

 શ્રદ્ધા અક્ષય કુમારની પડોશણ બનશે.અગાઉ વરુણ ધવન  ભાડે લેવાનો હતો, હૃતિક આ જ બિલ્ડિંગમાં અન્ય ફલેટમાં શિફ્ટ.

શ્રદ્ધા કપૂર મુંબઈના જુહુ વિસ્તારમાં સી ફેસિંગ  ફલેટમાં ભાડે રહેવા જવાની છે. અગાઉ આ ફલેટમાં હૃતિક રોશન ભાડે રહેતો હતો. હવે તે આ જ બિલ્ડિંગમાં અન્ય ફલેટમાં શિફ્ટ થઈ ગયો છે. હૃતિક આ ફલેટ માટે આઠ લાખ રુપિયાનું માસિક ભાડું આપતો હતો. જોકે, શ્રદ્ધાએ કેટલું ભાડું આપવાનું નક્કી કર્યું છે તે તત્કાળ જાણવા મળ્યું નથી. આ ફલેટ અગાઉ વરુણ ધવન ભાડે લેવાનો હતો. પરંતુ, કોઈ કારણોસર તેની ડીલ કેન્સલ થઈ છે.  આ જ બિલ્ડિંગમાં અક્ષય કુમારનો ડુપ્લેક્સ ફલેટ છે. શ્રદ્ધાના પિતા શક્તિ કપૂર અગાઉથી જ જૂહુમાં ૬૦ કરોડનો બંગલો ધરાવે છે. શક્તિ કપૂરે આ બિલ્ડિંગમાં ૧૯૮૭માં સાત લાખ રુપિયામાં ફલેટ લીધો હતો. બાદમાં તેમણે અહીં આખો ફલોર ખરીદી લીધો હતો. આ બિલ્ડિંગ પણ સી ફેસિંગ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *