મેષ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈબંધુનો સાથ-સહકાર મળી રહે.
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં સરળતા રહે. કામનો ઉકેલ લાવી શકો.
મિથુન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવાય. રાજકીય- સરકારી કામમાં સરળતા જણાય.
કર્ક : આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં. ખર્ચ જણાય.
સિંહ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
કન્યા : જમીન-મકાન-વાહનની લે વેચના કામમાં સાનુકૂળતા જણાય. ધીમે ધીમે કામનો ઉકેલ આવતો જવાથી રાહત અનુભવો.
તુલા : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો.
વૃશ્વિક : નાંણાકીય જવાબદારીવાળા કામમાં આપે સંભાળવું પડે. વાહન ચલાવવામા ઉતાવળ કરવી નહીં. તબીયતનું ધ્યાન રાખવું.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થાય.
મકર : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યો કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ- ખર્ચ રહે.
કુંભ : આપની બુધ્ધિ-મહેનત-અનુભવ- આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.
મીન : આપ હરો-ફરો- કામકાજ કરો. પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી.