IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં ઘણા ફેરફાર થઈ શકે છે. જેમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટનશિપને લઈને થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યાને કેપ્ટન્સીથી દૂર કરવામાં આવી શકે છે. આ મામલે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર પાછલી સિઝનમાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ ષડયંત્ર રચીને નેગેટિવ પીઆર દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવ્યો હતો.. આ કેસમાં રોહિત શર્માનું નામ પણ સામે આવ્યું છે.
હાર્દિકની નેગેટીવ પીઆર કરીને તેને ટ્રોલ કરવામાં આવ્યો
એક રિપોર્ટમાં હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સ વિશે દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રોહિત સહિત ઘણા ખેલાડીઓ નથી ઇચ્છતા કે હાર્દિક ટીમનો કેપ્ટન બની રહે. આ ઉપરાંત વધુ એક દાવો કરવામાં આવ્યો છે કે એક કાવતરાના ભાગરૂપે IPL 2024માં હાર્દિકને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. હાર્દિક માટે નેગેટિવ પીઆરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેગેટિવ પીઆર એટલે સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિની ઈમેજ ખરાબ કરવી.
હાર્દિક વિરૂદ્ધ કોણે કાવતરું ઘડ્યું?
મુંબઈ ઈન્ડિયન્સમાં સચિન તેંડુલકરનો ઘણો દબદબો છે. તે અને રોહિત બંને આગામી સિઝનમાં હાર્દિકને કેપ્ટનશિપ આપવા માંગતા નથી. હાર્દિક સામેના કાવતરામાં રોહિતનું નામ પણ લેવાય રહ્યું છે. જો કે આમાં કેટલું સત્ય છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઇરફાન પઠાણે પણ X પર હાર્દિક બાબતે નકારાત્મક વાતો કરતી એક પોસ્ટ શેર કરી હતી.
સૂર્યકુમાર યાદવ બની શકે છે આગામી સિઝનમાં કેપ્ટન
રોહિત અને સચિન, સૂર્યકુમાર યાદવને ટીમનો નવો કેપ્ટન બનાવવા માંગે છે. સૂર્યા ટી20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ બની ચૂક્યો છે. ઘણા ખેલાડીઓએ હાર્દિક વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.