અભિનેતાએ અભિનયની દુનિયાથી ક્ષેત્ર સંન્યાસ લીધો.
આમિર ખાને છેલ્લી વખત લાલ સિંગ ચડ્ડા ફિલ્મમાં અભિનય કર્યો હતો.જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી અને તેનો સખત આઘાત આમિરને લાગ્યો હતો. પરિણામે તેણે ફિલ્મોથી અંતર કરી નાખ્યુ ંહતું. જોકે હવે તેણે ફિલ્મ લાપત્તા લેડીસની સ્ક્રિનિંગ દરમિયાન અભિનયથી ક્ષેત્રસંન્યાસ લેવાની પુષ્ટિ કરી છે. આમિરે લાપતા લેડીસની સ્ક્રીનિંગ દરમિયાન ભારતના ચીફ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ સાથે વાતચીત કરી હતી. ત્યારે તેણે જણાવ્યું હતું કે, કોવિડ દરમિયાન ૫૬ વરસની વયેજ તેણે એકટર તરીકેની કારકિર્દીને તિલાંજલી આપવાનો નિર્ણય લઇ લીધો હતો. તે હવેથી ફક્ત પ્રોડયુસર તરીકે જ કામ કરશે.
તેણે વધુમાં કહ્યુ ંહતું કે, મને લાગે છે ત્યાં સુધી હું હજી ૧૫ વરસ સુધી જ કામ કરી શકીશ. તો મારે આ વરસોમાં ઇન્ડસ્ટ્રી, સમાજ અને દેશે મને જે આપ્યું છે તે પાછું આપવા માંગુ છું. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ આમિરે પુત્ર ઝુનેદે સ્પષ્ટતા કરીહતી કે, તેના પિતા આમિરે અભિનયને તિલાંજલિ આપી દીધી છે.