મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા.
વૃષભ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
મિથુન : નોકરી-ધંધાના કામની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહો. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
કર્ક : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી દિવસ પસાર કરી શકો. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.
સિંહ : નાણાકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે. આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે.
કન્યા : ધીમે-ધીમે કામમાં સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવતા રાહત રહે. પરદેશના કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
તુલા : જમીન-મકાન-વાહનના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. આપના કામમાં મિત્રવર્ગનો સાથ સહકાર મળી રહે.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.
ધન: વધુ પડતી દોડધામ-શ્રમ, કામના દબાણ- તણાવના લીધે તબીયતની અસ્વસ્થતા જણાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
મકર : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મિલન-મુલાકાત થાય.
કુંભ : આપને પ્રારંભિક પ્રતિકૂળતા બાદ કામમાં સાનુકૂળતા થતી જાય. સાસરીપક્ષ મોસાળપક્ષના કામકાજ અંગે દોડધામ રહે.
મીન: આપની મહેનત-અનુભવ આવડત-બુદ્ધિના આધારે કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આક્સ્મિક ઘરાકી આવી જાય.