‘મારા દીકરાને સિદ્ધાર્થ મલ્હોત્રાથી ઈર્ષા થતી હતી..’ દિગ્ગજ ફિલ્મ નિર્માતાનો ચોંકાવનારો દાવો

  વરુણ ધવનની ગણતરી આજનાં સૌથી ચર્ચિત સિતારાઓમાં થાય છે. તેમણે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં આલિયા અને સિદ્ધાર્થે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત તાજેતરમાં સામે આવી છે. તમને જાણીને નવાઈ થશે કે, શૂટિંગ દરમિયાન વરુણને સિદ્ધાર્થથી ઈર્ષા થતી હતી. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાના પિતા ડેવિડ ધવને કર્યો છે. એક શોમાં તેમણે કહ્યું કે, ‘હું જાણી જોઈને મારા દિકરા સાથે કડક વર્તન રાખતો હતો. જ્યારે મારી પત્ની અમારા દિકરાને એક બેંકરના રૂપમાં જોવા ઈચ્છતા હતા. પરંતુ વરુણનો ઈરાદો કંઈક અલગ જ હતો.’

વરુણે કરણ જોહર પાસે કામ માંગ્યુ 

ડેવિડે કહ્યું કે, ‘વરુણે ચુપચાપ જઈને કરણ જોહર પાસે કામ માંગ્યુ હતું, જેને લઈને મને કોઈ જાણકારી નહોતી.’ આ ઉપરાંત, વરુણે વિદેશમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેના પિતાએ આગાળ શું કરવા માંગે છે તેમ પૂછતાં વરુણની માતાએ બેકિંગ કરિયરમાં આગળ વધવા અંગે જણાવ્યું હતું. પરંતુ આ બધા વચ્ચે વરુણે કરણ જોહરના સહાયક તરીકે કામ કરવાનો વિકલ્પ પસંદ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ત્યારબાદ કરણ સાથે માય નેમ ઈઝ ખાનની શૂટિંગ કરવા માટે વરુણ વિદેશ જતાં રહ્યો હતો.

શૂટિંગ દરમિયાન વરુણને સિદ્ધાર્થથી ઈર્ષા થતી

ડેવિડે વધુમાં જણાવ્યું હતું કે, ‘વરુણે કરણ પાસે કામની માંગણી કર્યા પછી કરણ અમારા ઘરે આવ્યાને કહ્યું કે, તે વરુણને લોન્ચ કરવા માગે છે અને તેમણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફોટોશૂટ કરતાં હતા એ સમયે તેમની સાથે હતો.’ આ દરમિયાન ડેવિડે કહ્યું કે, ‘શૂટિંગ દરમિયાન ક્યારેક ક્યારેક વરુણને સિદ્ધાર્થથી ઈર્ષા થતી હતી. ત્યારે મેં તેને સમજાવ્યો હતો કે બે હીરો વાળી ફિલ્મોમાં આવું ઘણીવાર બને છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *